Western Times News

Gujarati News

કાર્તિક શ્રીલીલા વચ્ચે મિત્રતાથી વિશેષ કશુક હોવાની ચર્ચા

મુંબઈ, કાર્તિક આર્યન અને દક્ષિણ અભિનેત્રી શ્રીલીલા ડેટિંગ કરી રહ્યા હોવાની અફવાઓ છે. હવે ભૂલ ભુલૈયા ૩ ના અભિનેતાએ આખરે આ અફવાઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.કાર્તિક આર્યન બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી કલાકારોમાંના એક છે.

ગયા વર્ષે કાર્તિકની ‘ભૂલ ભૂલૈયા ૩’ સુપરહિટ રહી હતી. હવે અભિનેતા અનુરાગ બાસુની આગામી અનટાઇટલ્ડ મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે દક્ષિણની અભિનેત્રી શ્રીલીલા સાથે જોવા મળશે. આ બધાની વચ્ચે, કાર્તિક અને શ્રીલીલા વિશે ડેટિંગની અફવાઓ પણ ફેલાઈ રહી છે. આખરે કાર્તિકે આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષાેમાં, કાર્તિક આર્યનનું નામ તેના ઘણા સહ-કલાકારો સાથે જોડાયું છે, પછી ભલે તે જાહ્નવી કપૂર હોય કે સારા અલી ખાન. તાજેતરમાં, શ્રીલીલા સાથેના તેના ડેટિંગની અફવાઓ હેડલાઇન્સમાં ચમકી હતી. જોકે બંને સ્ટાર્સે આ અફવાઓ પર કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ કાર્તિકે પોતાના રિલેશનશિપ સ્ટેટસનો ખુલાસો કર્યાે છે.

ખરેખર, કાર્તિકે તાજેતરમાં ફિલ્મફેરને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તેને જાહ્નવી અને અનન્યા સાથેના સંબંધ પછી તેના સંબંધની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું હતું.આ અંગે કાર્તિકે કહ્યું, “હું હાલમાં સિંગલ છું અને ડેટિંગ કરતો નથી.

પહેલા, મારા ડેટિંગ જીવન વિશે ઘણી અટકળો હતી, કેટલીક સાચી હતી, કેટલીક ખોટી. તે સમયે, મને એ ખ્યાલ નહોતો કે લોકો મને બીજાઓ સાથે રોમેન્ટિક રીતે જોડી રહ્યા છે અને મેં તેના પર વધુ ધ્યાન આપ્યું નહીં.

મીડિયા ઘણીવાર એક જ ફોટામાંથી વાર્તાઓ બનાવતું, ભલે હું હમણાં જ કોઈને મળ્યો હોઉં. તે અવાસ્તવિક લાગતું હતું, અને મને મારા ડેટિંગ જીવન વિશે અપડેટ્‌સ પણ મળતા હતા. સમય જતાં, મને સમજાયું કે આવી પરિસ્થિતિઓનો સામનો કરવામાં મારે વધુ કાળજી રાખવાની જરૂર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.