Western Times News

Gujarati News

પાદરાના ચોકારીમાં વૃદ્ધનું માથું ધડથી અલગ કરી હથિયારો માથું લઈને ફરાર

પાદરા, પાદરા તાલુકાના ચોકારી ગામે કૃષ્ણનગર વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ૭૦ વર્ષના વૃદ્ધ કુબેરભાઈ જબુરભાઈ ગોહિલની નિર્મમ રીતે હતયા કરવામાં આવી છે. તેમની હતયા કર્યા બાદ અજાણ્યા શખ્સો તેમના શરીરથી માથું અલગ કરીને સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે, જેને કારણે સમગ્ર ગ્રામ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

કુબેરભાઈ પોતાના ખેતરમાં આવેલા ઘરમાં એકલા રહેતા હતા. તેઓ નિવૃતી ખેતી સાથે ખેતરમાં આવતા વાંદરાઓને દૂર રાખવાનું કામ પણ કરતા હતા. પરંતુ હાલમાં ગામમાં દાજીબાવાના પરા વિસ્તારમાં ભાથીજી મહારાજના પાટોતસવની ઉજવણી ચાલી રહી હતી તે પાટોતસવ દરમિયાન નીકળેલી શોભાયાત્રામાં કુબેરભાઈ છેલ્લે જોવા મળ્યા હતા તેમ જાણવા મળેલ છે.

ગતરોજ, આસપાસના ખેડૂતોએ ખેતરમાં વાંદરાઓના ઉપદ્રવને કારણે દેખરેખ રાખતી વખતે સીમ વિસ્તાર માં એકલા રહેતા કુબેરભાઈના ઘરની નજીક બૂમાબૂમ કરી તપાસ કરી હતી પણ તેઓના ઘર અંદરથી કોઇ પ્રતિસાદ ન મળતાં દરવાજો ખોલીને અંદર જઈ ને જોતા શરીર વિના શીશ જોવા મળતા આજુબાજુના લોકો ભયભીત થયા હતા અને ઘટના અંગે વડુ પોલીસને જાણ કરાઈ હતી.

જે માહિતી મળતા વડુ પોલીસ સહિત પોલીસ ના ઉચ્ચ અધિકારી સહિત એલસીબી ઍસઆૅજી સહિત ની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને અન્ય એજન્સીઓની મદદથી તપાસ ચાલી રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે હતયારાઓ મૃતયુ પછી મૃતકનું માથું પણ સાથે લઈ ગયા છે. એ વાત ને લઈ ગ્રામજનો ચિંતિત બન્યા છે. આ હતયાની ફરિયાદ કુબેરભાઈની પુત્રી, જે નરસીપુરા ગામે પરણેલી છે, તેમણે વડુ પોલીસ મથકે નોંધાવી છે. સમગ્ર ઘટનાએ ગામમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.