Western Times News

Gujarati News

અવનીત કૌરના ૨૦ લાખ ફોલોવર્સ વધ્યા, નેટ વર્થમાં પણ વધારો

મુંબઈ, વિરાટ કોહલી જ્યારે કોઇ રેસ્ટોરન્ટ કે જગ્યાનું નામ લે છે ત્યારે લોકોની ભીડ જામે છે. આવી સ્થિતિમાં જ્યારે વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી અવનીત કૌરની તસવીર પર લાઇક્સ બતાવવામાં આવી તો સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. દરેક જગ્યાએ અવનીત કૌરની જ ચર્ચા થતી હતી. લોકો મોટી સંખ્યામાં અવનીત કૌરને ફોલો કરવાનું શરુ કરી દીધું હતું.

અહેવાલો અનુસાર તેના રાતોરાત ૨૦ લાખ નવા ફોલોવર્સ વધી ગયા હતા.વિરાટ કોહલી માત્ર મેદાનમાં પોતાના ચોગ્ગા-છગ્ગા માટે જ નહીં પરંતુ અનુષ્કા શર્મા માટે તેના પ્રેમ અને કેર માટે પણ જાણીતો છે. આવી સ્થિતિમાં આ લાઇક્સને તેની ઇમેજની વિરુદ્ધ માનવામાં આવતી હતી અને લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.દરેક મીમ પેજ પર તેનો ઉલ્લેખ થવા લાગ્યો હતો.

મામલો એટલો વધી ગયો કે ખુદ વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મુકીને સ્પષ્ટતા કરવી પડી હતી. પરંતુ આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો લાભ અવનીત કૌરને થયો હતો. તેના યુઝર્સ ઝડપથી વધ્યા અને ઘણા નવા બ્રાન્ડ ડીલ્સ તેના હાથમાં આવી છે.

રિપોર્ટ પ્રમાણે અવનીત કૌર જે એક પોસ્ટ માટે ૨ લાખ રૂપિયા લેતી હતી, તેણે હવે તેની ફી વધારીને ૨.૬ લાખ રૂપિયા કરી દીધી છે. આ ઉપરાંત તેને ઘણી બ્યૂટી અને ફિટનેસ બ્રાન્ડની ઓફર પણ મળી ચૂકી છે. અવનીત કૌરની નેટવર્થ હવે ૫ કરોડને પાર કરી ગઈ છે.

હવે તેની દરેક પોસ્ટ પર વિરાટ કોહલીનો ઉલ્લેખ જોવા મળે છે. કોઈ લખી રહ્યું છે કે, “વિરાટ કોહલીની સ્ટોરી પછી અહીં કોણ-કોણ આવ્યું? તેના કોમેન્ટ બોક્સમાં વિરાટ કોહલીની જીઆઇએફ પણ જોઇ શકાય છે.

આ લાઇકની ચર્ચા એટલી વધી ગઈ કે વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્પષ્ટતા આપી હતી. તેણે લખ્યું હતું કે ફીડને ક્લિયર કરતી વખતે ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમે ભૂલથી કોઇ ઇન્ટરૈક્શન રજિસ્ટર કરી લીધું. હું દરેકને અપીલ કરું છું કે બિનજરૂરી ધારણાઓ ન કરો.

જો કે આ ખુલાસો કરવા છતાં સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ઘણા યુઝર્સ કહે છે કે એલ્ગોરિધમ એવી રીતે કામ નથી કરતું કે કોઈ પોસ્ટને આપોઆપ લાઇક થઇ જાય.ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમ એ એક સિસ્ટમ છે જે યુઝર્સને તેમની રસ પ્રમાણે સામગ્રી બતાવે છે.

એટલે કે તમે જે પકારનું કન્ટેન્ટ વધારે જુઓ છો એલ્ગોરિધમ તેનાથી મળતા પોસ્ટ્‌સ, રીલ્સ અને સ્ટોર તમારા ફિડમાં બતાવે છે. જોકે કેટલીક વખત ટેકનિકલ ખામીઓ, એપ અપડેટ કે સ્લો ઇન્ટરનેટના કારણે સિસ્ટમ ખોટી કન્ટેન્ટ પણ બતાવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.