Western Times News

Gujarati News

કાશ્મીરના ત્રાલના જંગલોમાં જૈશના ૩ આતંકવાદીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. આ દરમિયાન સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે.

આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ છુપાયેલા હોવાના અહેવાલ મળ્યા હતા. આ એન્કાઉન્ટર ત્રાલના નાદિર ગામમાં ચાલી રહ્યું હતું. પુલવામામાં ૪૮ કલાકમાં આ બીજું એન્કાઉન્ટર છે.

મંગળવારે શોપિયામાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.મંગળવારે શોપિયામાં સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ખાસ ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.

આ આતંકવાદીઓને જિનપથેર કેલર વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા. આ ઓપરેશનને ઓપરેશન કેલર નામ આપવામાં આવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.