Western Times News

Gujarati News

350 જેટલા દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરિકોને જુદા- જુદા સહાય સાધનોનું વિતરણ કરાયું

અમદાવાદ, પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન અને મણિનગર વિધાનસભા દ્વારા દિવ્યાંગ જન અને વરિષ્ઠ નાગરિકો માટે વિના મુલ્યે સાધન વિતરણ કેમ્પ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી.

મણિનગરના લોકપ્રિય ધારાસભ્યશ્રી અમુલ ભાઈ ભટ્ટે સમગ્ર કેમ્પની માહીતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિધાનસભા મણિનગર ખાતે એમની પ્રેરણાથી આજે આ સાધન સહાય કેમ્પનું આયોજન થઇ રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા “દિવ્યાંગ” નામ વિશિષ્ઠ પ્રતિભા ધરાવતા લોકોને આપવામાં આવ્યું છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મન કી બાતના માધ્યમથી દિવ્યાંગ જનોની સેવા માટેનું સતત આહવાન કરતા હોય છે. પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન અને મણિનગર વિધાનસભા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 350 જેટલા દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરિકોને જુદા- જુદા સહાય સાધનો જેવા કે ઇલેક્ટ્રોનિક ટ્રાઇસિકલ, સાદી ટ્રાઇસિકલ,વ્હીલ ચેર, ફોલ્ડેબલ વોકર, knee બ્રેશ, સ્પાઈનલ સપોર્ટ બેલ્ટ ઇત્યાદિ 1111 વસ્તુઓનું વિતરણ હાથ આજે રાજ્યના યશસ્વી ગૃહમંત્રીશ્રી હર્ષ ભાઈ સંઘવીના હસ્તે વિતરણ કરવામાં આવશે.

પત્રકાર પરિષદને સંબોધતા મહાનગરના અધ્યક્ષશ્રી પ્રેરક ભાઈ શાહે જણાવ્યું કે પ્રભાત ફાઉન્ડેશન અને મણિનગર વિધાનસભા દ્વારા આયોજિત આજના કેમ્પને આવકારૂ છું, આપણી સંસ્કૃતિમાં નર સેવા એ જ નારાયણ સેવાનો ભાવ સમાયેલો છે. આ સાધન સહાયના કારણે દિવ્યાંગો તેમજ વરિષ્ઠ નાગરિકોનો જીવન ધોરણ ઊંચું આવશે. સમાજના વિવિધ લોકોની સાથેસાથ સૌ આગળ વધે તેવા પ્રયત્નો સરાહનીય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ વિવિધ યોજનાઓ થકી દિવ્યાંગોનો કલ્યાણ થાય તેવા પ્રયત્નો કરતા રહે છે તેનાથી આપણને સૌને ખુબ મોટી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. આવા કાર્યક્રમો સમગ્ર કર્ણાવતી મહાનગર ખાતે યોજાય તેવી આશા- અપેક્ષા મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષશ્રી પ્રેરક ભાઈ શાહે વ્યકત કરી હતી.

પત્રકાર મિત્રોને સંબોધતા પશ્ચિમ લોકસભાના સાંસદશ્રી દિનેશ્ભાઇ મક્વાણાએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી આજના આ કાર્યક્રમમાં આશરે 350 જેટલા દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરિકોને સાધન સહાય આપવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પોતાને ભાગ્યશાળી માનું છું. આ પત્રકાર પરિષદમાં પૂર્વ સાંસદશ્રી હરિનભાઈ પાઠક અને પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશનના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.