Western Times News

Gujarati News

AMC નાગરિકોની સુવિધા માટે 96 કરોડના ખર્ચે ‘અર્બન હાઉસ’ તૈયાર કરશે

જમીન-બાંધકામને લગતા તમામ કામ એક જ જગ્યાએથી થશે- નાગરિકોને નગર રચના યોજના, વિકાસ નકશા, બાંધકામની વિકાસ પરવાનગી, મ્યુનિસિપલ પ્લોટોની ફાળવણી વિગેરે જરૂરી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે: દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના વિકાસમાં ગતિ આવે અને નાગરિકોને નગર રચના યોજના, વિકાસ નકશા, બાંધકામની વિકાસ પરવાનગી, મ્યુનિસિપલ પ્લોટોની ફાળવણી વિગેરે જરૂરી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય તે હેતુસર તથા

અમદાવાદ શહેરની અલગ વિશિષ્ટતા ઓળખ થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘અર્બન હાઉસ’ તૈયાર કરવામાં આવશે. જેમાં ર્પાકિંગ, સ્ટોરેજ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે. અર્બન હાઉસ તૈયાર કરવા માટે રૂ.૯૬ કરોડનો ખર્ચ થશે.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દેવાંગ ભાઈ દાણી ના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્‌વારા બનાવવામાં આવનાર અર્બન હાઉસ માં નાગરિકો ને એક સ્થળે અનેક સુવિધાઓ મળી રહેશે.

જેમ કે, મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં નગર રચના યોજના, બાંધકામની વિકાસ પરવાનગીને લગતી નાગરિક સુવિધાઓ, જમીન/પ્લોટને લગતા વિવિધ અભિપ્રાયો તેમજ નગર રચના અધિકારીની કચેરીઓ તથા વિકાસ પરવાનગીને લગતી તમામ કામગીરી એક જ સ્થળેથી થશે.

નાગરિકો ને એક જ જગ્યાએથી પાર્ટ-પ્લાન, ઝોનિંગ સર્ટિફિકેટ, એફ- ફોર્મ વિવિધ અભિપ્રાયો, પ્લોટ અંગેના અભિપ્રાયો બેટરમેન્ટ ચાર્જ વિગેરે મળી શકશે તેમજ બાંધકામની વિકાસ પરવાનગી પણ એક જ સ્થળેથી મળી શકે તેવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. નાગરિકોને એક જ સ્થળેથી તમામ માહિતી/કામગીરી શક્ય બને તે માટેના આધુનિક ‘અર્બન હાઉસ’ને કારણે નાગરિકોને ખૂબ જ લાભ મળી રહેશે.

આમ, તમામ વિભાગો એક જ જગ્યાએ સિંગલ વિન્ડોની વ્યવસ્થા મળી રહેશે. એસ્ટેટ અને નગર વિકાસ તથા સીટી પ્લાનીંગ ખાતાને લગતી બાબતે સ્ટાફને ટ્રેનીંગ મળતી રહે તે સુવિધાનો પણ આયોજનમાં સમાવેશ કર્યો છે. આ અર્બન હાઉસ નવરંગપુરા વોર્ડમાં ટી.પી.નં.૩ એલીસબ્રીજ (ચંગીસપુર),

ફા. પ્લોટ નં. ૪૪૧ના પ્લોટમાં, એન.સી.સી. સર્કલથી નગરી હોસ્પીટલ જવાના રોડ ઉપર “અર્બનહાઉસ” બનાવવામાં આવશે. નગર વિકાસ અને સીટી પ્લાનીંગ તથા એસ્ટેટ ખાતાની ત્રણેય વિભાગની ભેગી મળી છેલ્લા ૩ વર્ષની આવક, વર્ષ-૨૦૨૨-૨૩, ૧.૧૭૦ કરોડ, વર્ષ-૨૦૨૩-૨૪, ૨,૦૧૭ કરોડ, વર્ષ-૨૦૨૪-૨૫, ૨,૭૬૫ કરોડ ની રકમ એમ કુલ આવક રૂ. ૫,૯૫૨ કરોડની આવક થયેલ છે. જેમાં ઉત્તરો-ઉત્તર વધારો થવાનો છે.

અર્બન હાઉસ નું કુલ બાંધકામનું ક્ષેત્રફળ ૨૬,૩૬૦.૦૦ ચો.મી રહેશે. જેમાં બે બેઝમેન્ટ તથા ગ્રાઉન્ડ ફ્‌લોર+ દસ ફલોર તથા ગાર્ડન/ગ્રીનરી ક્ષેત્રફળ-૧૦૫૫ ચો.મી., રૂફ એરીયા ગ્રીન – ૧૩૮ ચો.મી.હશે. આ બિલ્ડીગમાં બી.પી.એસ.પી. વિભાગની, સીટી પ્લાનીગ તથા ટી.ડી.ઓ. ખાતાની મધ્યસ્થ કચેરી તથા બી.પી.એસ.પી. વિભાગની, નગર રચના અધિકારીશ્રીની ઓફિસ, ડોક્યુમેન્ટ માટેના સ્ટોરેજ-રેકર્ડ રૂમ, ટ્રેનીગ સેન્ટર, જી.આઈ.એસ.સેલ, સર્વર રૂમ, કાફેટેરીયા,

ટેરેસ ગાર્ડન-કેન્ટીન તેમજ ઉચ્ચ અધિકારીઓની ઓફિસ બનાવવાનું પ્લાનીગ કરવામાં આવ્યું છે. જેમાં બે બેઝમેન્ટ માં કુલ ૧૪૦ નંગ ફોર વ્હીલર તથા ૧૧૮૪ નંગ ટુવ્હીલરના ર્પાકિંગ માટેનું આયોજન કરેલ છે. સદરહુ બીલ્ડીંગના બાંધકામનું અંદાજીત ખર્ચ ૯૬ કરોડ થશે. અને અંદાજીત ૨.૫ (અઢી) વર્ષના સમયગાળામાં પૂરૂ થશે. છે.

ઇન્ડીયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ (ૈંય્મ્ઝ્ર)ના રેટીંગ મુજબ “પ્લેટીનમ-રેટીંગનું સર્ટીફીકેશન મુજબનું પ્લાનીગ કર્યું છે. જેમાં સોલર જનરેશન, જળ સંરક્ષણ. એનર્જી સેવીગ, ઇન્ડોર એન્વાર્યમેન્ટ ક્વોલીટી, સર્ટીફાઇડ ગ્રીન બિલ્ડીગ મટીરીયલનો ઉપયોગ, વેસ્ટવોટર રીયુઝ વગેરે જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.