Western Times News

Gujarati News

પાટણના ભાજપ નેતાનું જાહેર મંચ પરથી નિવેદન: ટ્રાફિક પોલીસ તોડપાણી કરે છે

પાટણ, પાટણમાં ભાજપના સિનિયર નેતા કે.સી.પટેલે જાહેર મંચ ઉપરથી શહેરના ટ્રાફિક પોલીસની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, અહીંના પોલીસ સતત તોડપાણી કરે છે. શહેરમાં પ્રવેશતા જ ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી પ૦૦, ૧૦૦૦ રૂપિયા પડાવી લે છે.

આ કારણસર પાટણમાં લોકો આવવાનું ટાળે છે અને તેની વિપરીત અસર અહીંના ધંધા-રોજગાર ઉપર થઈ છે. આ અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાઈએ પોલીસ નિયમભંગ બદલ નિયમ મુજબની કાર્યવાહી કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલની હુડકોમાં સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેકટર તરીકે નિમણૂક થતાં તેમના સન્માન અર્થે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો

જેમાં સંબોધન દરમિયાન કે.સી.પટેલે પાટણમાં વિકાસને અનુલક્ષીને સંબોધન કર્યું હતું. જોકે સાથે તેમણે ખેદ વ્યકત કરતા જણાવ્યું હતું ક, મને કોઈએ કહ્યું કે, ભાડે વાહન કરીને આવીએ એટલે પાટણમાં પ્રવેશતા જ પોલીસવાળા પ૦૦-૧૦૦૦ રૂપિયા દંડને બદલે પતાવટ સ્વરૂપે લઈ લે છે. લોકો રાધનપુર, બેચરાજી કે હારીજ જાય છે પરંતુ પાટણ આવતા નથી.

ભાજપા ગુજરાત પ્રદેશ પૂર્વ મહામંત્રીશ્રી કે. સી. પટેલની HUDCO ના સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે વરણી બદલ પાટણ શહેર અને જિલ્લાના કાર્યકરો દ્વારા યોજાયેલ સન્માન સમારોહમાં હાજર રહી સન્માન કરી શુભેરછાઓ પાઠવી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.