Western Times News

Gujarati News

‘ક્યું કી સાસ ભી કભી બહુ થી ૨’માં રોહિત સુચાંતિ બનશે વિલન?

રોહિત હાલ સીરિયલ ‘ભાગ્યલક્ષ્મી’માં કામ કરી રહ્યો છે

‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ એ ભારતીય ટીવીની દુનિયાના ઇતિહાસનો સૌથી જાણીતા શોમાંનો એક શો છે

મુંબઈ,‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ એ ભારતીય ટીવીની દુનિયાના ઇતિહાસનો સૌથી જાણીતા શોમાંનો એક શો છે. હવે આ શો ફરી એક વખત બીજી સીઝન સાથે આવવાનો છે. ટીવીમાં ફેમિલી ડ્રામાનો એરા શરૂ કરનાર આ શો ૧૫ વર્ષ પછી ફરી એક વખત આવશે, તેથી તેના ફૅન્સ ઘણા ઉત્સુક છે.ફરી એક વખત એકતા કપૂર આ શો પ્રોડ્યુસ કરશે. જેમાં ફરી એક વખત સ્મૃતિ ઇરાની અને અમર ઉપાધ્યાય મુખ્ય રોલમાં જોવા મળશે.

તેઓ પણ લાંબા સમય પછી પડદા પર એકસાથે જોવા મળશે. ત્યારે ટીવીની દુનિયામાં આ શો નવા પડાવ પાર કરે તેવી પણ આશા છે. લીડ જોડી વિશે તો લાંબા સમયથી ચર્ચા છે, પરંતુ લોકોને એ પણ ઉત્સુકતા છે કે આ સિરીઝમાં હવે વિલન કોઈ હશે. ઓરિજિનલ સિરીયલ આઠ વર્ષ ચાલી હતી. પરંતુ આ વખતે મેકર્સ એક નાના અને રસપ્રદ વર્ઝન સાથે આવી રહ્યા છે. હાલ એવી ચર્ચા છે કે આ શો માત્ર ૧૫૦ શોનો જ હશે. તેથી તે એકદેમ તેજ ગતિએ અને ચોક્કસ ઘટનાઓ સાથે જ આવશે.હવે એવી પણ ચર્ચા છે કે શોના મેકર્સ વધુ એક કલાકારનું કાસ્ટિંગ કરી લીધું છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી ૨’માં ‘ભાગ્યલક્ષ્મી’નો અંકિત ભાટીયા વિલનના રોલમાં જોવા મળશે. સુત્રએ જણાવ્યું, “અંકિત ભાટિયા આ શોમાં નેગેટિવ રોલ કરશે. જોકે, હજુ સ્પષ્ટ નથી કે વીરાણી પરિવારના સભ્યોમાં કોણ કોણ હશે. પરંતુ રોહિત સુચાંતી અને અંકિત ભાટિયા એકતા કપુર સાથે ફરી કામ કરવા ઉત્સુક છે.” રોહિત સુચાંતિ આ શોમાં તુલસી વીરાણીના દિકરાનો રોલ કરશે તેવી ચર્ચા છે. હાલ એવી ચર્ચા છે કે આ શો સ્ટાર પ્લસ, પર જ રાત્રે ૧૦.૩૦ના પ્રાઇમ ટાઇમ પર ૩ જુલાઈથી શરૂ થશે. ચર્ચા એવી છે કે આ શો શરૂ થયો ત્યારે જે સમયે આવતો હતો એ જ રીતે ફરી ટેલિકાસ્ટ થશે. આ શોના વધુ પાત્રો હજુ કોઈ જાહેરાત થઈ નથી.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.