અમદાવાદથી મુંબઈ અને દિલ્હી માટે બે સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન થશે

Ahmedabad, પશ્ચિમ રેલ્વે મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદથી બે જોડી સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. જેમાં એક ટ્રેન અમદાવાદથી મુંબઈ અને એક ટ્રેન અમદાવાદથી દિલ્હી માટે દોડાવી રહી છે, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન સંખ્યા 09497/09498 અમદાવાદ-દિલ્હી-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ટ્રીપ)
ટ્રેન સંખ્યા 09497 અમદાવાદ-દિલ્હી સ્પેશિયલ આજે 12 જૂન 2025 ના રોજ અમદાવાદથી રાત્રિ 23.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે બપોરે 14.30 વાગ્યે દિલ્હી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09498 દિલ્હી-અમદાવાદ સ્પેશિયલ 13 જૂન 2025 ના રોજ દિલ્હીથી 17.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 08.30 વાગ્યે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, મારવાડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર શ્રેણી ના કોચ હશે.
ટ્રેન સંખ્યા 09494/09493 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (2 ટ્રીપ)
ટ્રેન સંખ્યા 09494 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ આજે 12 જૂન 2025 ના રોજ અમદાવાદથી 23.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 08.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા 09493 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 13 જૂન 2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી 11.10 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 19.30 વાગ્યે અમદાવાદ પહોંચશે.
માર્ગમાં બંને દિશાઓ માં આ ટ્રેન આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર અને એસી ચેરકાર ના કોચ હશે.
ટ્રેન નંબર 09497, 09494 અને 09493 માટે બુકિંગ તાત્કાલિક અસર થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.