Western Times News

Gujarati News

ફોરેસ્ટ ઓફિસર જીવના જોખમે બખ્તર લઈ સેફટી ગાર્ડ સાથે દીપડા ઉપર કૂદયા અને…

Oplus_131072

બખ્તર પહેરી સેફટી ગાર્ડ સાથે કૂદીને માનવભક્ષી દીપડાને પકડી લેવાયો-બાળકીને મોતને ઘાટ ઉતાર્યા બાદ વનવિભાગની કાર્યવાહી

સાગબારા, મહારાષ્ટ્ર બોર્ડર નજીક રાજ્યના સાગબારા રેન્જના બેડાપાણી ગામે માનવભક્ષી દીપડાનું દિલધડક રેસ્કયુ કરવામાં આવ્યું હતું. વનવિભાગની ટીમ દ્વારા બખ્તર પહેરી સેફટી ગાર્ડ સાથે દીપડા પર કૂદીને તેને પકડી લેવામાં આવ્યો હતો.

પાવીજેતપુર, સંજેલી, છોટાઉદેપુરની વનવિભાગની ટીમો તથા વૈભવ પટેલ અને સિદ્ધાર્થ અમીનની વાઈલ્ડ લાઈફ રેસ્કયુ એનજીઓ ટીમ અને એસીએફ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ દીપડાનો રેસ્કયુ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં બાળકીનું મારણ કરનાર દીપડા ઉપર છોટાઉદેપુરના આરએફઓ નિરંજન રાઠવાએ જીવના જોખમે સાહસ કરી બખ્તર લઈ સેફટી ગાર્ડ સાથે દીપડા ઉપર કૂદયા અને તેને દબાવી દઈ અને રેસ્કયુની ટીમના અન્ય સાથીદારો દ્વારા ખાટલો નાંખી ખૂંખાર દીપડા ઉપર કાબૂ મેળવ્યો હતો.

સાગબારા ફોરેસ્ટ રેન્જના બેડાપાણી ગામે થોડા દિવસ અગાઉ દીપડાએ નવ વર્ષની બાળકીનું મારણ કર્યું હતું. એક મહિલા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પકડવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ અન્ય ટીમોની પણ આવશ્યકતા હોય

જેના ભાગરૂપે છોટાઉદેપુર, પાવીજેતપુર, સંજેલી તથા સાગબારાના સ્થાનિક આરએફઓ વિપિન બારીયા અને રોહિત વસાવા, આરએયઓ ચૌધરી સહિત વન વિભાગ નર્મદાની ટીમ સાગબારાના બેડાપાણી ગામે પહોંચી ગઈ હતી અને દીપડાનો રેસકયુ હાથ ધર્યો હતો. નવ વર્ષની બાળકીનું મારણ કરી અને મહિલા ઉપર જીવલેણ હુમલો કરી સમગ્ર સાગબારા પંથકમાં ભયનો માહોલ ફેલાવતા દીપડા ઉપર પ કલાકના રેસ્કયુ ઓપરેશન બાદ પકડી પાંજરે પૂરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.