Western Times News

Gujarati News

ઊંચા વળતર કે પ્લોટનું વચન આપી અનેક સાથે છેતરપિંડી

રાજસ્થાન પોલીસે અગાઉ આ ફ્રોડ સ્કીમમાં સામેલ અનેક વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધી હતી

રૂ.૨,૭૦૦ કરોડનું રેડ નેક્સા એવરગ્રીન ફ્રોડ ગુજરાત, રાજસ્થાન, દિલ્હીમાં ઇડીના દરોડા

નવી દિલ્હી,રિયલ એસ્ટેટ સ્કીમ સાથે સંકળાયેલા રૂ.૨,૭૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે મોટા પાયે કાર્યવાહી કરીને દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતમાં આશરે ૨૪ સ્થળોએ દરોડા પાડ્યા હતાં.એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર રેડ નેક્સા એવરગ્રીન નામની રિયલ એસ્ટેટ યોજના સંબંધિત મોટા પાયે નાણાકીય છેતરપિંડીના કેસમાં આ તપાસ ચાલુ કરાઈ છે.

રાજસ્થાનમાં ED ટીમોએ જયપુર, જોધપુર, સીકર અને ઝુનઝુનુ સહિતના શહેરોમાં સર્ચ કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતના અમદાવાદ અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં પણ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ કરાઈ હતી.

રેડ નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટ હેઠળ રોકાણકારોને નિશ્ચિત મુદત પછી ઊંચા વળતર અથવા ફ્લેટ, પ્લોટ જેવી પ્રોપર્ટીનું વચન આપીને લલચાવામાં આવ્યાં હતાં. તેમાં મોટી સંખ્યામાં રોકાણકારો છેતરાયા હતાં, કારણ કે કોઈપણ વચનો કથિત રીતે પૂરા થયા ન હતાં. અંતે નિરાશ રોકાણકારોએ આ સંદર્ભમાં ઘણી FIR નોંધાવી હતીં. રાજસ્થાન પોલીસે અગાઉ આ ફ્રોડ સ્કીમમાં સામેલ અનેક વ્યક્તિઓ સામે FIR નોંધી હતી. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.