Western Times News

Gujarati News

કરિશ્મા કપૂરના ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું

પોલો રમતા સમયે આવ્યો હાર્ટઍટેક

મૃત્યુના થોડા કલાકો પહેલા જ સંજય કપૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી હતી

મુંબઈ,બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ અને બિઝનેસમેન સંજય કપૂરનું આજે ઈંગ્લેન્ડમાં નિધન થયું. તેઓ પોલો રમી રહ્યા હતા અને અચાનક જ મેદાન પર ઢળી પડ્યા. જે બાદ તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ ડોક્ટર્સ તેમને બચાવી શક્યા નહીં. સંજય કપૂર જાણીતા બિઝનેસમેન હતા અને તેમને પોલો રમવાનો ખૂબ શોખ હતો.

સંજય કપૂર અને કરિશ્મા કપૂરના લગ્ન વર્ષ ૨૦૦૩માં થયા હતા, તેમના બે બાળકો છે- પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. વર્ષ ૨૦૧૬માં બંનેએ છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લેતા સમયે કરિશ્માએ સંજય કપૂર પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા. કરિશ્માથી અલગ થયા બાદ સંજય કપૂરે વર્ષ ૨૦૧૭માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. નોંધનીય છે કે મૃત્યુના થોડા કલાકો પહેલા જ સંજય કપૂરે સોશિયલ મીડયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી હતી. તેમણે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.