Western Times News

Gujarati News

ગેરકાયદેસર રીતે આવેલી બાંગ્લાદેશની ત્રણ મહિલાઓ પાટણમાંથી ઝડપાઈ

AI Image

ત્રણેય મહિલાઓ હાવડા થઈને અમદાવાદમાં આવી હતી

પાટણ, પાટણમાં મંજુરી માટે આવેલ ત્રણ બાંગ્લાદેશી મહિલાઓની બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે ધરપકડ કરી પુછપરછ કરતા ત્રણેય બાંગ્લાદેશી મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશેલી હોવાનું જણાતા ત્રણેય મહિલાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ પાટણ એસ.ઓ.જી પી.આઈ. જે.જી.સોલંકી સહિત ટીમે પાટણ પંથકમાં રહેતી અને બાંગ્લાદેશમાંથી ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રહેતા પરિવારોની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં

ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પાટણ એસઓજી ટીમે પાટણમાં મજુરી માટે આવેલ ત્રણ બાંગલાદેશની મહિલાઓમાં તસ્કુરાના ખાતુન (ઉ.વ.૩૧), પોલીબેગમ (ઉ.વ.૪૦) અને સામ સુન્નાહાર (ઉ.વ.૩પ)ની ધરપકડ કરી પોલીસ મથકે લાવી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય મહિલાઓ પાસે પાસપોર્ટ કે કાયદેસરના વિઝા ન હોવાનું માલુમ પડયું હતું.

ત્રણેય બાંગલાદેશી મહિલા પૈકી તસ્કુરાના ખાતુન જાન્યુઆરી ર૦ર૪માં સુનાબેરી બોર્ડર થઈને ભારતમાં પ્રવેશી હતી જયારે પોલીબેગમ પાંચ વર્ષ પહેલા બેનાફુલ બોર્ડર થઈને ભારતમાં આવી હતી અને અમદાવાદના વટવામાં રહેતી હતી અને છેલ્લા એક વર્ષથી સુરતમાં રહી હતી તો સામસુન્નાહાર ૧૦ માર્ચ ર૦ર૪ના રોજ બેનાફુલ બોર્ડર થઈને ભારતમાં આવી હતી અને અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી હતી.

આ ત્રણેય મહિલાઓ હાવડા થઈને અમદાવાદ આવી હતી અને મજૂરી માટે પાટણ આવી હોવાનું જણાવતાં પોલીસે તેમની સામે ફોરેનર્સએકટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી રાજય સરકારની ગેરકાયદેસર વિદેશી નાગરિકો વિરુદ્ધની ઝુંબેશનો ભાગ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.