Western Times News

Gujarati News

ગત ૨૪ કલાકમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો

છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગર જિલ્લામાં સરેરાશ  ૮ ઇંચથી વધુ વરસાદજ્યારે બોટાદ જિલ્લામાં ૭.૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં ભાવનગરના ઉમરાળા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૫ ઇંચથી વધુ વરસાદ

Ahmedabad, રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારેભાવનગર જિલ્લાના પાલીતાણા અને શિહોર ૧૨-૧૨ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ સરેરાશ ૮ ઇંચ તેમજ બોટાદ જિલ્લામાં એક જ દિવસમાં સરેરાશ ૭.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ગઢડા(સ્વામીના) પંથકમાં ચોમાસાની સમયસર સારી શરૂઆત થતા સમગ્ર પંથકમાં સતત શરૂ રહેલા વરસાદના પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વરસાદના કારણે મોટાભાગના ડેમ તેમજ નદીનાળાં છલકાઈ જતા સિઝનના પ્રથમ વરસાદે રેકોર્ડ સર્જ્યો હતો.

સતત વરસાદના કારણે ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડતા નદિ નાળા ઓવરફ્લો થતાં અનેક ગામોના રસ્તાઓ થયા બંધ થઈ ગયા છે.

તાલુકાની વાત કરીએ તોગત ૨૪ કલાકમાં ભાવનગરના જેશર અને ઉમરાળાઅમરેલીના સાવરકુંડલા તેમજ બોટાદ તાલુકામાં ૧૦ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવા તાલુકામાં પણ ૯ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત અમરેલીના રાજુલાઅમરેલી અને લીલીયાભાવનગરના વલ્લભીપુર અને તળાજા તેમજ સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં પણ ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

વધુમાંભાવનગરના ગારીયાધારરાજકોટના વિંછીયાભરૂચના હાંસોટઅમરેલીના બાબરા અને ખાંભા તેમજ મોરબી તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારેમોરબીના ટંકારા અને હળવદરાજકોટના જસદણ અને જેતપુરસુરેન્દ્રનગરના ચુડાસાયલાથાનગઢ અને મુળીભરૂચના વાગરા અને અંકલેશ્વરસુરતના ઓલપાડઅમરેલીના લાઠીકચ્છના માંડવીભાવનગર ઉપરાંત જૂનાગઢ શહેર અને તાલુકામાં પણ ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યના ૨૫ તાલુકામાં બે ઇંચથી વધુ૬૬ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે૯૩ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમછેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૩૩ જિલ્લાના કુલ ૨૨૧ તાલુકામાં સરેરાશ ૧.૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કેઆજે તા. ૧૭ જૂન૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮ ટકા જેટલો નોંધાયો છે. જ્યારેસવારે ૬.૦૦ કલાકથી ૧૦.૦૦ કલાક સુધીમાં ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ ૩.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત બોટાદના બરવાળામાં ૩ ઇંચ તેમજ ભાવનગરના વલ્લભીપુરઅમદાવાદના ધોલેરા અને ધંધુકા તાલુકામાં પણ ચાર કલાકમાં જ બે ઈંચથી વધુ વરસાદ
વરસ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.