મુંબઈમાં મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત : ઓરેન્જ એલર્ટ

રેલવે અને વિમાન સહિત વાહન વ્યવહાર ખોરવાયો
જોગેશ્વરી (પૂર્વ)માં એક નિર્માણાધીન ઇમારતની દિવાલ ધરાશાયી થતાં પસાર થઈ રહેલી બે મહિલાઓ ઘાયલ થઈ હતી
મુંબઈ,કેરળ, દિલ્હી અને ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન સોમવારે રેડ એલર્ટની આગાહી વચ્ચે મહારાષ્ટ્રના મુંબઈ સહિત ઘણા ભાગોમાં ભારે વરસાદ નોંધાયો હતો. ૨૪ કલાકમાં મુંબઈમાં સરેરાશ ૪ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેમાં પશ્ચિમ ઉપનગરોમાં આવેલા નારિયાલવાડી વિસ્તારમાં સૌથી વધુ ૯૩ મીમી પડ્યો હતો.
દિવાલ પડવા અને ઝાડ પડવાની ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. પાણી ભરાવાને કારણે લોકલ ટ્રેન અને મેટ્રો રેલ સર્વિસ થોડા સમય માટે ખોરવાઈ હતી તેમજ ખરાબ હવામાનને કારણે વિમાની સેવાને પણ અસર થઈ હતી. જોગેશ્વરી (પૂર્વ)માં એક નિર્માણાધીન ઇમારતની દિવાલ ધરાશાયી થતાં પસાર થઈ રહેલી બે મહિલાઓ ઘાયલ થઈ હતી. પવઈ, અંધેરી, કુર્લા, ચેમ્બુર અને મલાડ જેવા વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા.SS1