ટ્રાન્સફરો પર ઝાડી-ઝાંખડ ઊગતા શોર્ટ સર્કિટ થવાની ગંભીર શક્યતાઓ

પંચમહાલ જિલ્લામાં ચોમાસા પૂર્વે વીજ ખાતાની બેદરકારી સામે રોષ
(પ્રતિનિધિ) ગોધરા, ચોમાસાની ઋતુના આગમનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં વીજ પુરવઠા સંસ્થા એમજીવીસીએલ (મધ્ય ગુજરાત વીજ કંપની લિ.) સામે પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવાની માંગ ઉઠી છે. શહેરના અનેક વિસ્તારોમાં વીજ તારો અને ટ્રાન્સફરો પર જાળી, ઝાડઝંખાર અને જાખરા ઊગતા શોર્ટ સર્કિટ થવાની ગંભીર શક્યતાઓ સર્જાઈ છે.
નાગરિકોના મતે, હલકાં પવનમાં પણ વીજ પુરવઠો ઠપ થઈ જાય છે અને શહેરના વિસ્તારો કલાકો સુધી અંધારામાં ગરકાવ રહે છે. આ સ્થિતિ સામાન્ય વરસાદ પહેલા જ સર્જાઈ છે, તો ચોમાસામાં શું હાલત રહેશે એ અંગે શહેરીજનો ચિંતિત છે. વીજ તંત્રની ગોર બેદરકારીને કારણે અગાઉ પણ શોર્ટ સર્કિટની ઘટનાઓ નોંધાઈ ચુકી છે, જેને લીધે લોકોને નુકસાન અને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.
વિશેષ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં વર્ષોથી વીજ લાઈનોની યોગ્ય જાળવણી કરવામાં આવી નથી. વીજ કંપનીના લેન્ડલાઈન નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કરાય ત્યારે સ્ટાફ દ્વારા ફોન ન ઉઠાવવાને કારણે લોકોએ તાત્કાલિક સમસ્યાઓનો ઉકેલ પણ મેળવવો મુશ્કેલ બની ગયો છે.
હાલમાં શહેરીજનો દ્વારા વીજ કંપનીને સક્રિયતા દાખવવા તેમજ ચોમાસા પૂર્વે તમામ ખામીવાળી લાઈનો, ટ્રાન્સફરો અને ઝાડઝંખાર દૂર કરવા માંગ કરવામાં આવી છે. પ્રિ-મોનસુન કામગીરી તાત્કાલિક શરૂ ન થાય તો ચોમાસામાં ભારે નુકસાન અને જાનમાલ ના નુકસાન થી નકારી શકાય તેમ છે.