હરિયાણાની મોડેલ શીતલની હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનો ખુલાસો

હત્યાને દુર્ઘટનામાં ખપાવવા માટે સુનીલે પોતાની કાર નહેરમાં ફેંકી દીધી હતી
પોલીસે સુનીલને જીટી રોડ સિવાહ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે, સુનીલ હજુ પોલીસની સામે મોં ખોલી રહ્યો નથી
પાણીપત,હરિયાણાની મોડેલ શીતલ ઉર્ફે સિમ્મીની તેના જ મિત્રએ ગળા પર ચાકૂથી ઘા કરીને હત્યા કરી દીધી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. ત્યાર પછી તેણે મૃતદેહને દિલ્હી નજીક એક નહેરમાં ફેંકી દીધો હતો. પોલીસને મોડલ શીતલનો મૃતદેહ લગભગ ૩૦ કલાક પછી સોનીપત જિલ્લાના ખાંડા ગામમાં એનસીઆર વોટર ચેનલમાંથી મળી આવ્યો છે. તેના ગળા પર ચાકૂના કાપના નિશાન મળ્યા છે. શીતલ શનિવારે શૂટિંગ માટે પાણીપતના અહર ગામે ગઈ હતી અને પછી પરત આવી નહીં એટલે તેની બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનાના તાર શનિવારે દિલ્હી પેરલલ નહેરમાંથી મળેલી કાર સાથે જાડાયેલા છે. પ્રાથમિક તપાસમાં આરોપી સુનીલે શીતલની હત્યા કરાવીને મૃતદેહ નહેરમાં ફેંકી દીધો હતો.પાછળથી હત્યાને દુર્ઘટનાને દેખાડવા માટે પોતાની કારને નહેરમાં ફેંકી દીધી હતી અને ખુદ તરીને બહાર આવી ગયો હતો. પોલીસે આરોપી સુનીલ ધરપકડ કરી લીધી છે.પોલીસે સુનીલને જીટી રોડ સિવાહ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે.
સુનીલ હજુ પોલીસની સામે મોં ખોલી રહ્યો નથી.નેહાએ જણાવ્યું કે તેની બહેન શીતલે શનિવારે રાત્રે ૧૧ કલાકે વીડિયો કોલ પર વાત કરી અને એમાં જણાવ્યું હતું કે ઇસરાનાનો સુનીલ મારપીટ કરી રહ્યો છે. તેના થોડા સમય પછી ફોન કટ થઈ ગયો અને પછી શીતલનો ફોન બંધ થઈ ગયો હતો. નેહાએ જણાવ્યું કે જે સમયે શીતલની સાથે વાતચીત થઈ રહી હતી, એ સમયે પાછળથી સુનીલનો અવાજ પણ આવી રહ્યો હતો.SS1