Western Times News

Gujarati News

AMCના હયાત કોર્પોરેટરોને SVP હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળશે

(પ્રતિનિધિ)અમદાવાદ, એએમસી સંચાલિત હોસ્પિટલોમાં શહેરના કોર્પોરેટરોને વિનામૂલ્યે. કેશલેસ તબીબી સારવાર આપવામાં આવે છે તે ધોરણે એસવીપી હોસ્પિટલમાં પણ કોર્પોરેટરોને કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

એએમસીની ચાલુ ટર્મ પૂરી થવા આડે ૮ મહિના બાકી રહ્યા છે ત્યારે હયાત કોર્પોરેટરોને એસવીપીમાં વિનામૂલ્યે – કેશલેસ સારવાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. એએમસીની મુદત આગામી ફેબ્રુઆરીમાં પૂરી થાય છે અને આગામી ફેબ્રુઆરીમાં એએમસીની ચૂંટણી યોજાશે ત્યાં સુધી હયાત ટર્મના કાઉન્સિલરોને એસવીપીમાં કેશલેશ સારવારનો લાભ મળશે.

એએમસીના તમામ ચાલુ ટર્મના કોર્પોરેટરોને મ્યુનિ. સંચાલિત વીએસ, એલજી, શારદાબેન, નગરી હોસ્પિટલમાં વિનામૂલ્યે તબીબી સારવાર આપવામાં આવે છે. એએમસી સંચાલિત હોસ્પિટલોમાં પૂર્વ કોર્પોરેટરોને વિનામૂલ્યે તબીબી સારવાર આપવામાં આવે છે.

પરંતુ તેમને રીએમ્બર્સમેન્ટ સહિત અન્ય લાભ આપવામાં આવતા નથી એએમસી સંચાલિત વીએસ હોસ્પિટલ લગભગ બંધ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, વીએસ હોસ્પિટલ ધમધમતી હતી ત્યાં સુધી વીએસ હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે કોર્પોરેટરોનો ભારે ધસારો જોવા મળતો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.