Western Times News

Gujarati News

પાલડીની એક સ્કૂલના પૂર્વ સ્પોટ્‌ર્સ ટીચર સામે નોંધાયેલી ફરિયાદમાં વળાંક

જમાલપુરમાં રહેતા યશ વાઘેલા વર્ષ ૨૦૧૮થી પાલડીની એક સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે નોકરી કરતા હતા

પૂર્વ શિક્ષકને જામીન મળતા હોમગાર્ડ સામે FIR નોંધાવી, પૈસા માગવાનો આક્ષેપ

અમદાવાદ,પાલડી વિસ્તારમાં આવેલી એક સ્કૂલના પૂર્વ સ્પોટ્‌ર્સ ટીચર સામે કેટલાક આક્ષેપો કરતી ફરિયાદ નોંધાઇ હતી. પૂર્વ સ્પોટ્‌ર્સ ટીચરે ફોર્મ ભરવા અને સ્પોટ્‌ર્સ કીટ લેવા જવાના બહાને સગીરાને બોલાવીને અડપલાં કરીને ફોટો વીડિયો મેળવીને બ્લેકમેલ કરીને ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો હતો. સરખેજ પોલીસે ગુનો નોંધી યશ વાઘેલાની ધરપકડ કરી જેલહવાલે કર્યાે હતો. યશ વાઘેલાને જામીન મળ્યા બાદ હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.

હોમગાર્ડ જવાને નાણાં માગીને ફરિયાદ કરવાની ધમકી આપીને માફી માગતો અને માર મારતો વીડિયો વાયરલ કર્યાે હોવાનો યશ વાઘેલાએ આક્ષેપ કર્યાે છે. આ આક્ષેપોને લઇને ચાંદખેડા પોલીસે હોમગાર્ડ જવાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જમાલપુરમાં રહેતા યશ વાઘેલા વર્ષ ૨૦૧૮થી પાલડીની એક સ્કૂલમાં વ્યાયામ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તા.૧૧ એપ્રિલે ડી. કે. પટેલ નામના વ્યક્તિએ યશના પિતાને ફોન કર્યાે હતો. ડી. કે. પટેલે પોતે સરખેજ પોલીસ સ્ટેશનમાંથી બોલતો હોવાની ઓળખ આપીને તમારા છોકરા યશનું ચારિર્ત્ય સારું નથી, સ્કૂલની છોકરીઓના ખોટા ફોટો વીડિયો ઉતારે છે અને છેડતી કરે છે તેવો આક્ષેપ કર્યાે હતો.

વધુમાં ઓળખીતાની દીકરીની છેડતી કરી હોવાનો આક્ષેપ કરીને ડી. કે. પટેલે જેમ ફાવે તેમ બોલીને યશને સ્કૂલે લઇને આવવાનું કહીને હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી. બીજા દિવસે યશ વાઘેલા સ્કૂલે પહોંચ્યા ત્યારે સગીરા સહિતના લોકોની માફી માગી હતી. ત્યારે ધર્મેશ પટેલ ઉર્ફે ડી. કે. પટેલે આ વીડિયો ઉતારીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કર્યાે હતો. યશ વાઘેલા એક સ્પર્ધામાં હાજર હતા ત્યારે પણ ધર્મેશ પટેલે ત્યાં જઇને પાંચ લાખ આપી દે નહિતર પોક્સોની ફરિયાદ કરાવીશ તેવી ધમકી આપી હતી.

યશે રૂપિયા આપવાની મનાઇ કરતા ડી. કે. પટેલ જાતિવિષયક શબ્દો બોલીને માર માર્યાે હતો. ડી. કે. પટેલે માર મારતો વીડિયો અપલોડ કરીને બદનામી કરી હતી. જે બાદ ગત તા. ૨૨મી એપ્રિલે સગીરાની માતાએ યશ વાઘેલા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યાે હતો. યશને જામીન મળ્યા બાદ ચાંદખેડા પોલીસે ધર્મેશ પટેલ ઉર્ફે ડી. કે. પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.