Western Times News

Gujarati News

ચીનના યુવાને ૬૦થી વધુ છોકરીઓ પર દુષ્કર્મ આચર્યું

બ્રિટનના ઈતિહાસની સૌથી ખતરનાક ઘટના

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઝોઉના ડિવાઇસમાંથી ૫૮ દુષ્કર્મના વીડિયો મળી આવ્યા છે

નવી દિલ્હી,બ્રિટનના ઈતિહાસમાં એક ખતરનાક ઘટના સામે આવી છે. જેમાં PhDના વિદ્યાર્થીએ ૬૦થી વધુ મહિલાઓ સાથે દુષ્કર્મ કરવા અને દુષ્કર્મનો વીડિયો બનાવવાના ગુનામાં ઓછામાં ઓછા ૨૪ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ દુષ્કર્મ કાંડે માનવતાને શર્મસાર કરી નાંખી છે. ચીનના નાગરિક ઝેનહાઓ ઝોઉ વર્ષાેથી મહિલાઓ સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. મળતી માહિતી મુજબ, ઝોઉએ ૬૦થી વધુ મહિલાઓને નશીલો પદાર્થ આપીને તેમનું દુષ્કર્મ કર્યું અને આ દરમિયાન વીડિયો રેકો‹ડગ પણ કર્યું.

ઝોઉની ઉંમર ફક્ત ૨૮ વર્ષ છે. તે યુનિવર્સિટી કાલેજ લંડનમાં પીએડી કરી રહ્યો હતો. તે મહિલાઓને ભણવા અથવા ડ્રિંકના બહાને પોતાના ફ્લેટમાં બોલાવતો હતો. ત્યારબાદ તેને નશીલો પદાર્થ આપીને તેની સાથે દુષ્કર્મ આચરતો અને ગુપ્ત કેમેરામાં તેનું રેકો‹ડગ કરતો હતો.માર્ચ મહિનામાં તેણે લંડનમાં ત્રણ અને ચીનમાં સાત મહિલાઓના દુષ્કર્મના મામલે ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, ૨૦૧૯થી ૨૦૨૪ વચ્ચે તેણે ૬૦થી વધુ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ઝોઉના ડિવાઇસમાંથી ૫૮ દુષ્કર્મના વીડિયો મળી આવ્યા છે. આ વીડિયોમાં એક મહિલા કહે છે કે, ‘હું સાચે આવું નથી ઈચ્છતી. હું તને વિનંતી કરૂ છું. આવું ન કરો.’ જેનો ઝોઉએ જવાબ આપ્યો હતો કે, ‘મને ન રોકીશ, તેનો કોઈ ફાયદો નહીં થાય. અહીંની સાઉન્ડપ્‰ફિંગ બહું જ સારી છે.’

૧૮ નવેમ્બર ૨૦૨૩ના દિવસે મેટ્રોપાલિટન પોલીસે પહેલીવાર ઝોઉ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શરૂઆતી તપાસ બંધ થયા બાદ તે ચીન ભાગી ગયો હતો. જાન્યુઆરી ૨૦૨૪માં જ્યારે તે પરત ફર્યાે તો તેની ધરપકડ કરવામાં આવી. તેના ફ્લેટમાંથી મોંઘો ડિઝાઇનર સામાન અને એક ડબ્બો મળી આવ્યો હતો. આ ડબ્બામાં કથિત રીતે પીડીત મહિલાઓની સ્મૃતિઓ રાખવામાં આવી હતી.

ઝોઉ કુલ ૨૮ ગુનામાં ગુનેગાર સાબિત થઈ ચુક્યો છે. જેમાં ૧૧ દુષ્કર્મ, ગેરકાયદે કેદ, વોયેયુરિઝમ, અશ્લિલ તેમજ હિંસક પોર્નાેગ્રાફી રાખવા અને યૌન ગુનાઓમાં ઉપયોગ થતી દવાઓની ગેરકાયદે હાજરી સામેલ છે.મેટ પોલીસના કમાન્ડર કેવિન સાઉથવર્થે કહ્યું કે, ‘અમારા અધિકારીઓ અને ફરિયાદીઓની મહેનતને કારણે, આ ખતરનાક અને કાયર ગુનેગાર હવે ઓછામાં ઓછા આગામી ૨૪ વર્ષ સુધી જેલમાં રહેશે. અમને આશા છે કે આનાથી પીડિત મહિલાઓને ન્યાયની અનુભૂતિ થશે.

’કોર્ટમાં હાજરી દરમિયાન ઝોઉ સૂટ અને ચશ્મામાં શાંત જોવા મળી રહ્યો હતો. આ દરમિયાન તેણે ચોંકાવનારી વાતનો સ્વીકાર કર્યાે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તેને કેવું પોર્ન પસંદ છે, તો તેણે કહ્યું કે, ‘મને એવું પસંદ છે, જેમાં છોકરી શાંત અને સ્થિર જોવા મળે.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તેને બેભાન મહિલાઓ પસંદ હતી તો તેનો જવાબ હતો, ‘હા, આ મારી પસંદ છે, પરંતુ મને આવું મળી ન શક્યું.’ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.