Western Times News

Gujarati News

પોસ્ટલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટ માટે વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન

PIB Ahmedabad,  અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ જીવન વીમા (PLI)ના કામ માટે ઉત્સાહી વ્યક્તિઓને ડાયરેક્ટ એજન્ટ તરીકે નિયુક્ત કરવા માટે વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ, સિટી ડિવિઝન દ્વારા આ જણાવવામાં આવ્યું છે.

આ ઈન્ટરવ્યુ માટે નીચેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 03-07-2025ના રોજ પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ, સીટી ડીવીઝન, નવરંગપુરા હેડ પોસ્ટઓફિસ બિલ્ડિંગ, અમદાવાદ-09ની કચેરીએ સવારે 11:00 કલાકે અરજી, BIO-DATA, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ઉમરનો દાખલો, શૈક્ષણિક લાયકાતનો દાખલો, વીમા ક્ષેત્રે અનુભવનો પુરાવા (જો હોય તો) અસલની સાથે ખરાઈ કરેલી નકલ સાથે રૂબરૂ હાજર રહેવું.

આ પોસ્ટ માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર માન્ય પરીક્ષા ઉત્તીર્ણ કરેલ હોવી જોઈએ. વોક-ઇન ઇન્ટરવ્યુના દિવસે ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. સરકાર શ્રીના નિયમો અનુસાર કામકાજ મુજબ મહેનતાણું ચૂકવવામાં આવશે.

બેરોજગાર / સ્વ-રોજગાર ધરાવતા યુવકો / પૂર્વ જીવન વીમા એજન્ટ/કોઈપણ વીમા કંપનીના પૂર્વ એજન્ટ / માજી સૈનિક / આંગણવાડી કાર્યકરો / મહિલા મંડળના કાર્યકરો / ગ્રામ પ્રધાન / ગ્રામ પંચાયતના સભ્યો. ઉપર જણાવેલ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો હાજર રહી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.