Western Times News

Gujarati News

લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાશે

ઉમેદવારો તા.૨૩/૦૬/૨૦૨૫ના ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલી શકશે

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં ૨,૩૭,૦૦૦ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.

હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેન કરીઉમેદવારો જોઇ શકે તે માટે તા.૧૬/૦૬/૨૦૨૫ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.

લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ કલાકઃ ૧૬.૦૦ વાગ્યાથી જાહેર કરવામાં આવશે.

ઉમેદવારોને Provisional Answer Keyમાં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તો તા.૨૦/૦૬/૨૦૨૫ના કલાક ૧૬/૦૦ વાગેથી તા.૨૩/૦૬/૨૦૨૫ ના કલાક ૨૩.૫૯ વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાની રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.