Western Times News

Gujarati News

‘આપ જૈસા કોઈ’માં જોવા મળશે માધવન અને ફાતિમાની જોડી

આર માધવન શ્રીરેણુના રોલમાં હશે

સામાન્ય રીતે રોમાન્સ આધારિત વિષયો પર બનતી ફિલ્મોથી અલગ આ ફિલ્મ લાગણીની બારિકાઈ અને આવરણો પર વાત કરશે

મુંબઈ,આર. માધવન વધુ એક વખત એક અલગ પ્રકારની વાર્તા ધરાવતી ફિલ્મ લઇને આવી રહ્યો છે, જેમાં તે ફાતિમા સના શેખ સાથે એક લવસ્ટોરીમાં જોવા મળશે. નેટફ્લિક્સના દર્શકો માટે જુલાઈમાં એક અલગ પ્રકારની લવ સ્ટોરી આવવાની છે, ‘આપ જૈસા કોઈ’. જેમાં પ્રેમ, સંબંધો અને સાથીદાર કેવા હોવા જોઈએ તેનો નવો દૃષ્ટિકોણ જોવા મળશે. આ એક મોડર્ન હોવાની સાથે બિલકુલ સ્થાનિક લાગે એવી સ્ટોરી હશે. ‘આપ જૈસા કોઈ’માં આર માધવન શ્રીરેણુના રોલમાં હશે, જે એક રુઢીવાદી વિચારધારા ધરાવતો સંસ્કૃતનો શિક્ષક છે, જ્યારે મધુનું પાત્ર કરતી ફાતિમા સના શેખ જિંદગી જીવી લેવામાં માનતી સ્વતંત્ર વિચારો ધરાવતી ફ્રેન્ચ ઇન્સ્ટ્રક્ટર છે.

તેઓ અચાનક જ એકબીજાને મળે છે અને તેમની વચ્ચે એક એવો નાતો બંધાય છે, જે સામાજિક ધોરણો અને પુરાણી અપેક્ષાઓને એક નવી વ્યાખ્યા આપે છે.સામાન્ય રીતે રોમાન્સ આધારિત વિષયો પર બનતી ફિલ્મોથી અલગ આ ફિલ્મ લાગણીની બારિકાઈ અને આવરણો પર વાત કરશે. જેમાં પ્રેમ એકબીજા સમક્ષ પોતાની નબળાઈઓ જતી કરવાથી, એકબીજાને વધુ સારી રીતે ઓળખવાથી અને પોતાના મનમાં રૂઢ થયેલાં વિચારોને બદલવાથી વધે છે.

આ એક એવી વાર્તા છે, જે બતાવે છે કે આજના સમયમાં પ્રેમનો મતલબ પર્ફેક્શનથી નહીં પણ તમારા પ્રિય પાત્રની હાજરી સાથે આવે છે.આ ફિલ્મ વિવેક સોની દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેઓ પહેલાં ‘મિનાક્ષી સુંદરેશ્વર’ જેવી ફિલ્મ બનાવી ચૂક્યા છે. જે સંબંધોને દરેકને સ્પર્ષી શકે અને પોચાનું લાગે એવું સ્વરૂપ આપવા જાણીતા છે. આ ફિલ્મમાં ઓળખ, વધુ એક તક, ફરી કોઈ વ્યક્તિ માટે પોતાનું મન ખોલવા માટે જોઈતી હિંમતની વાત કરે છે. આ ફિલ્મ ધર્માટિક એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે, જેમાં હ્યુમર અને લાગણીનું મિશ્રણ હશે, આ ફિલ્મ ૧૧ જુલાઈએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.