Western Times News

Gujarati News

ટીમમાં મારા સ્થાન અંગે ઘણી ચર્ચા થાય છે પણ હું તેને નજર અંદાજ કરીને રમું છું

ગયા વર્ષે ભારતમાં રમાયેલી સિરીઝમાં ઓલિ પોપે હૈદરાબાદમાં શાનદાર ૧૯૬ રન સાથે સિરીઝનો ભવ્ય પ્રારંભ કર્યાે હતો

મને બદલવાની ચર્ચા પર ધ્યાન આપતો નથીઃ ઓલિ પોપ

લીડ્‌ઝ,ગયા વર્ષે ભારતમાં રમાયેલી સિરીઝમાં ઓલિ પોપે હૈદરાબાદમાં શાનદાર ૧૯૬ રન સાથે સિરીઝનો ભવ્ય પ્રારંભ કર્યાે હતો પરંતુ ત્યાર બાદ બુમરાહ અને ભારતીય સ્પિનર્સે તેને જરાય સફળ થવા દીધો ન હતો અને ત્યારથી ઓલિ પોપની કારકિર્દી ઉતાર ચડાવ ધરાવતી રહી છે. આમ છતાં ઇંગ્લેન્ડનો આ બેટર ટીમમાં પોતાના સ્થાન અંગે જરાય ચિંતિત નથી.

ટીમમાં તેના સ્થાન અંગે હંમેશાં ચર્ચા થતી રહેતી હોવા છતાં તે આ તરફ જરાય ધ્યાન આપ્યા વિના સતત બેટિંગ કરતો રહે છે.ઓલિ પોપે રવિવારે ભારત સામેની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને ટીમને ભારતના ૪૭૧ રનના સ્કોરથી ઘણી નજીક લાવી દીધી હતી. ઇંગ્લેન્ડની ટીમના ઉપસુકાની ઓલિ પોપે રવિવારે ઇંગ્લેન્ડના ૪૬૫ રનના સ્કોરમાં ૧૦૬ રનનું યોગદાન આપ્યું હતું.

અગાઉ ૨૦૨૪માં ભારત સામેની સિરીઝમાં હૈદરાબાદ ખાતે તેણે ૧૯૬ રન ફટકાર્યા હતા પરંતુ બાકીની તમામ ચાર ટેસ્ટમાં મળીને તેણે માંડ ૪૦ રન ફટકાર્યા હતા.આમ ઓલિ પોપનું સ્થાન અનિશ્ચિત રહ્યું છે. આ સંજોગોમાં રવિવારે સાંજે તેણે જણાવ્યું હતું કે મારા સ્થાન અંગે ટીમમાં સતત ચર્ચા થતી રહે છે પરંતુ હું સભાનપણે તેને નજરઅંદાજ કરતો આવ્યો છું.

હું સતત એવો પ્રયાસ કરતો રહું છું કે મારી રમતથી જ મારું સ્થાન જળવાઈ રહે. બહારની બાબતો તેના સ્થાને રહે પરંતુ હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરીને ટીમમાં સ્થાન ટકાવી રાખીશ અને મારો પ્રયાસ પણ એ જ દિશામાં રહેશે.ભારત સામેની મેચ દરમિયાન ઓલિ પોપ શરૂઆતમાં બરાબર સેટ થઈ શક્યો ન હતો.શરૂઆતના ૩૦ રન દરમિયાન તે સાવચેતીથી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ સેટ થયા બાદ તેણે બુમરાહ સહિત તમામ બોલરનો નીડરતાથી સામનો કર્યાે હતો અને સદી સુધી પહોંચી ગયો હતો.

તેણે જણાવ્યું હતું કે મેં બેટિંગમાં સેટ થવાનો જ પ્રયાસ કર્યાે હતો અને ૩૦ રન સુધી પહોંચવામાં જરાય ઉતાવળ કરી ન હતી પરંતુ ત્યાર બાદ મને લાગ્યું કે હવે સેટ થઈ ગયો છું ત્યાર પછી જ મારી સ્ટાઇલથી બેટિંગ કરી હતી.મેં મારી રમત પર બહારના દબાણની અસર થવા દીધી ન હતી અને આ જ મારો પ્રયાસ રહ્યો હતો. આમ થવાને કારણે હું સરળતાથી બેટિંગ કરી શકું છું. સાથે સાથે હું એવો પણ પ્રયાસ કરતો હોઉં છું કે મારી ડિફેન્સિવ બેટિં પર ખાસ અસર પડે નહીં તેમ ઓલિ પોપે ઉમેર્યું હતું.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.