રશિયા યુક્રેન યુદ્ધમાં વેપારી જહાજ પર સપ્તાહમાં બીજો હુમલો
બે ભારતીય નાવિક લાપત્તા
ભારતનાં વિદેશ મંત્રાલયે રશિયન દૂતાવાસના વરિષ્ઠ અધિકારીને બોલાવી ભારતનો સખત વિરોધ નોંધાવ્યો
નવી દિલ્હી, રશિયા-યુક્રેન યુદ્ધમાં બ્લેક-સી ના સમુદ્રીય ક્ષેત્રમાં કોમર્શિયલ જહાજો ઉપર હુમલા થતાં જ રહે છે. યુક્રેનનાં મુખ્ય બંદરગાહ ઓડેસાથી ઉપડેલું વ્યાપારી જહાજ એમ.વી. એજીએન રેગ્નર ઉપર શનિવારે રશિયન મિસાઇલ ત્રાટકતાં તેમાં રહેલા ૪ ભારતીય નાવિકો પૈકી બેના મૃત્યુ થયા હતા.આ ઘટનાની કીવ સ્થિત ભારતીય દૂતાવાસે સ્વીકૃતિ આપી છે. બીજી તરફ ભારતનાં વિદેશ મંત્રાલયે દિલ્હી તથા અમેરિકી રાજદૂતને બોલાવી તેમની સમક્ષ ઉક્ત ઘટના અંગે સખત વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે એક જ સપ્તાહમાં બે-બે વખત હુમલા થાય તે આંચકાજનક છે. આ પૂર્વે ૧૯મી જુલાઈએ ઓડેસા પોર્ટ છોડી આગળ વધતાં વ્યાપારી જહાજ મોટર-વેસલ ગોલ્ડન લીયો (એમ.વી. ગોલ્ડન લીયો) પર થયેલા હુમલામાં ૪ ભારતીય નાવિકોના જાન ગયા હતા.
તે સમયે પણ ભારતનાં વિદેશ મંત્રાલયે રશિયન દૂતાવાસના વરિષ્ઠ અધિકારીને બોલાવી ભારતનો સખત વિરોધ નોંધાવ્યો હતો.આ ઘટનાક્રમો પછી ભારતીય વિદેશ મંત્રાલયે ભારતીય નાવિકોને સલાહ આપતા જણાવ્યું હતું કે શિપિંગ કંપની કે રીક્‰ટમેન્ટ એજન્સી સાથે કામ શરૂ કરતાં પહેલા જહાજનો રૂટ, પોર્ટસ ઓફ કોલ (જેને બંદરોએ રોકાવાનું હોય તેનાં નામ, વીમા કવર તથા સલામતી વ્યવસ્થા અને ઈમર્જન્સી રીસોન્સની પૂરી માહિતી મેળવી લેવી. આ સાથે વિદેશ મંત્રાલયે હેલ્પ લાઇન નંબર પણ ‘ટ ‘ પોસ્ટ ઉપર મોકલી આપ્યા છે.SS1
