Western Times News

Gujarati News

પૂરક પરીક્ષાના માત્ર ૩૫૦૦ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયું

પ્રતિકાત્મક

ડિપ્લોમા ઇજનેરીની ખાલી ૩૫ હજાર બેઠકોની સામે ૨૬મી સુધી રજિસ્ટ્રેશનની સૂચના બાદ અંદાજે ૩૫૦૦નું રજિસ્ટ્રેશન, ૨૯મીએ નવેસરથી મેરિટ યાદી જાહેર કરાશે

અમદાવાદ, ધો.૧૦ પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે પહેલો રાઉન્ડ પૂર્ણ કર્યા બાદ કુલ ૬૧૭૬૯ પૈકી ૨૫૭૮૯ બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવતાં હાલમાં ૩૫૯૮૬ બેઠકો ખાલી પડી છે. આ બેઠકો માટે નવેસરથી પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નવેસરથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૩૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે સમિતિ હસ્તકની કુલ ૬૦૦૨૦ બેઠકો અને ટીએફડબલ્યુએસની ૧૭૪૯ બેઠકો મળીને ૬૧૭૬૯ બેઠકો માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પહેલા રાઉન્ડમાં ૪૦૭૬૬ વિદ્યાર્થીઓનો મેરીટયાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પહેલા રાઉન્ડમાં વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે કોલેજ ફાળવણી કર્યા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ કન્ફર્મ કરવા માટે મુદત આપવામાં આવી હતી.

આ મુદત પુરી થયા બાદ સરકારી કોલેજની કુલ ૨૩૨૩૮ બેઠકો પૈકી ૨૦૪૩૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. જે પૈકી ૧૭૦૮૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરતાં સરકારી કોલેજોની ૮૭.૯૪ ટકા બેઠકો ભરાઇ ગઇ હતી. આજ રીતે સ્વનિર્ભર કોલેજોની કુલ ૩૮૫૩૧ બેઠકો પૈકી ૧૧૫૫૭ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી કરવામાં આવી હતી જે પૈકી ૮૭૦૯ વિદ્યાર્થીઓએ જ પ્રવેશ કન્ફર્મ કરાવતાં ૨૯.૯૯ ટકા બેઠકો ભરાઇ હતી. આમ, કુલ ૬૧૭૬૯ બેઠકો પૈકી ૩૧૯૯૨ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવણી કરવામાં આવ્યા બાદ ૨૫૭૮૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવતાં ૫૧.૭૯ ટકા બેઠકો ભરાઇ હતી.

આમ, હાલની સ્થિતિમાં અંદાજે ૩૫ હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. આ ખાલી બેઠકો માટે બીજા રાઉન્ડ પહેલા પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે નવેસરથી રજિસ્ટ્રેશન શરૂ કરાયું હતુ. જેમાં અત્યાર સુધીમાં ૩૫૦૦ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. હવે આગામી ૨૯મી જુલાઇએ નવેસરથી મેરીટયાદી જાહેર કરવામાં આવશે. બીજા રાઉન્ડ માટે ૨૯મીથી ૩૦મી જુલાઇ વચ્ચે ચોઇસ ફિલિંગ બાદ ૩ ઓગસ્ટે કોલેજની ફાળવણી થશે. બીજા રાઉન્ડમાં ખાલી પડેલી બેઠકોની વિગતો આગામી ૭મી ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.