ભાજપ-AAPના કોર્પોરેટર બાખડયાનો વિડીયો વાયરલ થયો

પ્રતિકાત્મક
સુરત, ખાડીપુરની સ્થિતિ વચ્ચે સીમાડાના વાલમનગરમાં આપના આ ત્રણ કોર્પોરેટર રચના હીરપરા, મહેશ અણઘણ, વિપુલ સુહાગિયા તથા ભાજપના કાર્યકરો બાખડી પડયા હતા. આપના કોર્પોરેટરો સ્થળે પહોંચતા જ ભાજપના કાર્યકરોએ બબાલ શરૂ કરી દીધી હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બીજી તરફ પરવત વિસ્તારમાં ખાડીપુરામાં ફસાયેલા એક દર્દીને છાતીમાં દુફખાવો પડતા પાણીમાંથી એમ્બ્યુલન્સ સુધી તેને પહોંચાડતા અડધો કલાક લાગ્યો હતો.
આપના કોર્પોરેટર અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલા ઝઘડાના વીડિયોમાં જે જોવા મળ્યું છે તે એવું છે કે, આપના કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરોના વચ્ચે શાÂબ્દક તડાફડી ગાળાગાળી સુધી પહોંચી ગઈ હતી.
આ જીભાજોડીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. બીજી તરફ ખાડી પૂરની સ્થિતિ વચ્ચે પરવત વિસ્તારમાં ખાડીના પાણીમાં ફસાયેલા વ્યક્તિને છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સ્ટ્રેચરમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચતા ૩૦ મિનિટ લાગી હતી.