અંબુજા સિમેન્ટ્સે શાકભાજીની આધુનિક ખેતી દ્વારા નાગપુરમાં ખેડૂતને સફળતા માટે સક્ષમ કર્યાં

- અંબુજા સિમેન્ટ્સની સીએસઆર શાખાએ બેટર કોટન સાથે મળીને ખેડૂત ઉમેશ ચંદ્રવંશીને ટપક સિંચાઈ અને ઓર્ગેનિક જીવાત નિયંત્રણ જેવી અદ્યતન તકનીકો અપનાવવામાં મદદ કરી
- ઉમેશ 1.25 એકર જમીન પર રીંગણની ખેતી કરીને ઉચ્ચ ઉપજ અને નફાકારકતા પ્રાપ્ત કરે છે
- સાફલ્યગાથા અન્ય ખેડૂતોને ટકાઉ શાકભાજીની ખેતી અપનાવવા પ્રેરણા આપે છે
નાગપુર, 25 જૂન, 2025: વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયર કંપની અંબુજા સિમેન્ટ્સે તેની સીએસઆર પહેલ અંતર્ગત ચંદ્રપુર નજીક ખંડાલા ગામમાં ઉમેશ ચંદ્રવંશી જેવા ખેડૂતોને સસ્ટેનેબલ શાકભાજીની ખેતી માટેની ટેકનીકથી પરિચિત કરાવીને તેમની કૃષિ સફરમાં પરિવર્તન લાવવા સક્ષમ બનાવ્યાં છે.
અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પાંખના માર્ગદર્શન હેઠળ સિંચાઇ, મલ્ચિંગ અને ઓર્ગેનિક પેસ્ટ કંટ્રોલ પદ્ધતિઓ અપનાવીને તેમજ બેટર કોટન દ્વારા અપાયેલી તાલીમથી 1.25 એકર જમીન ઉપર રીંગણની ખેતી કરીને ઇનપુટ અને આઉટપુટ બંન્નેમાં વધારો થયો છે.
ઉમેશે રૂ. 45,000ના રોકાણ સાથે 9,500 કિલો રીંગણનું ઉત્પાદન કર્યું અને રૂ. 1.26 લાખનો નફો કર્યો, જે આધુનિક કૃષિ પ્રથાથી થતા લાભો દર્શાવે છે. તેમણે સ્ટીકી ટ્રેપ્સ અને જીવનામૃત જેવા પર્યાવરણને અનુકૂળ ઉકેલોના ઉપયોગથી માત્ર ખર્ચમાં ઘટાડો થયો નહીં, પરંતુ સ્વસ્થ, રસાયણમુક્ત ઉત્પાદન પણ સુનિશ્ચિત કર્યું છે.
આ સફળતાએ પ્રદેશના અન્ય ખેડૂતોને પણ સમાન તકનીકો અપનાવવા માટે પ્રેરણા આપી છે. અંબુજા સિમેન્ટ્સ કૃષિમાં નોલેજ શેરિંગ અને પ્રેક્ટિકલ ઇનોવેશનને આગળ ધપાવે છે, જેનાથી ગ્રામીણ સમુદાયો સ્માર્ટ ખેતી દ્વારા વધુ આત્મનિર્ભર અને સમૃદ્ધ બને છે.