Western Times News

Gujarati News

સ્વાસ્થ્ય પ્રત્યે શિસ્તબદ્ધ અને સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કરતી શેફાલી જરીવાલાનું હાર્ટએટેકથી નિધન

કાંટા લગા સોંગને કારણે પ્રસિદ્ધિ મળી હતી  –અભિનેત્રીનો પાર્થિવ દેહ રાતે લગભગ ૧૨ઃ૩૦ વાગ્યે અંધેરીમાં કપૂર હોસ્પિટલમાં લવાયો હતો જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું

નવી દિલ્હી,કાંટા લગા… ગીતને કારણે પ્રસિદ્ધ થઈ ચૂકેલી જાણીતી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું હાર્ટએટેકને કારણે નિધન થઇ ગયું છે.

આ અહેવાલ બાદથી બોલિવૂડમાં શાકનો માહોલ છવાયો છે. તેમના પતિ પરાગ ત્યાગીએ શેફાલીને છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે હોસ્પિટલ પહોંચાડી હતી પરંતુ ત્યાં ડૉક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી દીધી હતી. તેમનો પાર્થિવ દેહ રાતે લગભગ ૧૨ઃ૩૦ વાગ્યે અંધેરીમાં કપૂર હોસ્પિટલમાં લવાયો હતો જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

ફિટનેસ ટ્રેનરે કહ્યું કે- શેફાલી તેના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ શિસ્તબદ્ધ હતી. તે સ્ટ્રીક્ટ ડાયટ ફોલો કરતી હતી, નિયમિત કસરત કરતી હતી અને ફિટનેસને પ્રાથમિકતા આપતી હતી, બે દિવસ પહેલાં જ અમે લોકો મળ્યાં હતાં. આંચકીને કંટ્રોલ કરવા માટે તે ઠંડા ખોરાક અને પીણાંથી દૂર પણ રહેતી હતી.

હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફીસરે આ મામલે માહિતી આપી હતી કે અહીં તેમનો મૃતદેહ લાવતા પહેલા આ લોકો કોઈ અન્ય હોસ્પિટલમાં ગયા હતા. એટલા માટે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.

આ દરમિયાન મુંબઈ પોલીસ મોડી રાત્રે શેફાલીના અંધેરી સ્થિત ઘરે તપાસ માટે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે હાજર હતી અને ઘરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જોકે, શેફાલીના મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ જે રીતે તપાસ કરી રહી છે તે જોતાં આ કેસ શંકાસ્પદ લાગી રહ્યો છે.

શેફાલી જરીવાલાએ પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી દર્શકોના દિલ જીતી લીધા. ૨૦૦૨માં રિલીઝ થયેલા આઇકોનિક મ્યુઝિક વિડીયો ‘કાંટા લગા’માં તેના નૃત્યે તેને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી. શેફાલીનો ગ્લેમરસ લુક, ઘણી જગ્યાએ ટેટૂ, કમરમાં બેલી બટન, પિય‹સગ અને આધુનિક પોશાક પહેરવાથી તે ‘કાંટા લગા ગર્લ’ તરીકે પ્રખ્યાત થઈ. આ મ્યુઝિક વિડીયો પ્રખ્યાત થયા પછી દેશમાં રિમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો હતો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.