Western Times News

Gujarati News

જાંબુઘોડા તાલુકાની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી

(પ્રતિનિધિ)ગોધરા, જાંબુઘોડા તાલુકાની ફુલપરી પ્રાથમિક શાળામાં આજે રાજ્ય સરકારની કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૫ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાલોલ વિધાનસભાના માનનીય ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તથા પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનોના હસ્તે નાનાં બાળવિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને ચોકલેટ આપી શાળામાં આવકારવામાં આવ્યા અને તેઓને અભ્યાસ માટે પ્રેરિત કરવામાં આવ્યા. આ પ્રસંગે બાળકોએ ખુશીથી ભાગ લીધો હતો અને શાળા પ્રવેશોત્સવનો ઉલ્લાસભર્યો માહોલ સર્જાયો હતો. મહેમાનો દ્વારા બાળકોને શિક્ષણના મહત્વ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું અને માતા-પિતાઓને પુત્રી શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા માટે અનુરોધ કરાયો.

કાર્યક્રમ અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેના દ્વારા પર્યાવરણ સંવર્ધન અંગે સંદેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપ જાંબુઘોડા મંડળના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સદસ્યો, શાળાની વ્યવસ્થાપન સમિતિ (જીસ્ઝ્ર)ના સભ્યો, શાળા કર્મચારીઓ તથા ગામજનોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમ ઉજવણીમય અને પ્રેરણાદાયક બન્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.