મહેસાણામાં કરોડોના ખર્ચે બનેલો અંડરપાસ પાણીમાં ગરકાવ
પ્રતિકાત્મક
મહેસાણા, મહેસાણામાં ૨ ઇંચ વરસાદથી અંડરપાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો જોખમી રીતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે.
ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. અંડર પાસ બનાવવામાં આવ્યો ત્યારે નેતાઓ અને અધિકારીઓ દ્વારા પાણી નહીં ભરાય તેવો દાવો કરાયો હતો.
મહેસાણામાં અંડરપાસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. મેઈન અંડરપાસમાં બે બાજુ પાણી ભરાતા લોકો જોખમી રીતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. તોફાની બેટિંગના કારણે મોટા ભાગના પંથકો પાણીમાં ગરકાવ થયા છે.
વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન છે. અને હાલાકી ભોગવી રહ્યા છે. અતિ ભારે વરસાદના કારણે નદીઓ, જળાશયો અને ડેમમાં નવા નીરની આવક થઇ છે. દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, અરવલ્લી, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. અમદાવાદ-ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે અને મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
