નેત્રામલી હાઇસ્કુલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

(પ્રતિનિધિ)નેત્રામલી, ઇડર તાલુકાની એન.જી.જરિવાલા હાઇસ્કુલ અને માતૃ આર.બી.પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગ, નેત્રામલી શાળામાં પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની સ્તુતિ ચરણસર (આઈ.એ.એસ) વાસ્મો,ગાંધીનગર તેમજ તૃષાબેન પટેલ યુનિટ મેનેજર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ,સાબરકાંઠાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જેમાં નવા પ્રવેશ મેળવનાર ધોરણ -૯ ના ૮૦ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૧ ના ૫૭ વિદ્યાર્થીઓને સ્કૂલબેગકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રામલી કેળવણી મંડળના પ્રમુખ દિલીપભાઈ પટેલ, સભ્યોઓ, શાળાના આચાર્ય સંજયભાઈ પટેલ, વાલીગણ, ગ્રામજનો તથા સમગ્ર શાળા પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ સરકારના નિયમ મુજબ શરૂ કરવામાં આવેલ વોકેશનલ ટ્રેડ અંતર્ગત બ્યુટી એન્ડ વેલનેસ તેમજ કમ્પ્યુટરની લેબ ની મુલાકાત કરી સ્તુતિ ચરણસર તેમજ સર્વે ખૂબ પ્રભાવિત થયા હતા.