Western Times News

Gujarati News

જંબુસરની જોધલકૃપા સોસાયટી માં એક માસ પૂર્વે બનાવેલ રોડમાં તિરાડો પડતા અનેક શંકા કુશંકા

ભરૂચ: જંબુસર જોધલકૃપા સોસાયટી માં એક માસ પહેલા નગર પાલિકા દ્વારા રોડ બનાવવામાં આવેલ તે રોડ પર તિરાડો પડી જતા રોડ કામ માં ગેરરીતિ ની ગંધ આવી રહી હોવાનું તથા તકલાદી કામ ને કારણે રહીશો માં આક્રોશ વ્યાપેલો જોવા મળે છે.

જંબુસર નગર પાલિકા ના કથળેલા વહીવટ ને કારણે વારંવાર વિવાદો માં સપડાયેલી જોવા મળે છે.પ્રજા ને માળખકીય પાણી,ગટર,રસ્તા સહીત ની વિવિધ સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે.ત્યારે પાલિકા દ્વારા બનાવવામાં આવેલ રોડ કામગીરી માં ગોબાચારી થઇ હોવાની બમ ઉઠવા પામી છે.જંબુસર નગર ની જોધલકૃપા સોસાયટી માં આશરે 20 જેટલા મકાનો આવેલ છે.ત્યાં ના રહીશો ને પાલિકા દ્વારા મળતા પાણી અંગે સમસ્યા હોય જેનું કોઈ નિરાકરણ આવેલ નથી.સોસાયટી માં રસ્તા અને ગટર ની એક માસ પૂર્વે કામગીરી કરવામાં આવી હતી.આ રોડ પર એક માસ માં જ તિરાડો પડી ગઈ છે.

રોડ કામગીરી દરમ્યાન પાણી છંટકાવ કરવામાં આવ્યો નથી કે રોડ ની સાઈડો નું પુરાણ કરવામાં આવ્યું નથી.જેને લઈ રોડ ની કામગીરી અંગે રહીશો માં અનેક શંકા કુશંકા ઓ સેવાઈ રહી છે.તેમજ રહીશો માં કોન્ટ્રાકટર અને પાલિકા સત્તાધીશો વિરુદ્ધ રોષ ની લાગણી જોવા મળે છે.રોડ કામગીરી માં ગોબાચારી આચરાયેલ હોય સોસાયટી ના રહીશ।સુરેશભાઈ પરમાર દ્વારા માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવી છે.નગર પાલિકા એન્જીનીયર ને જોધલકૃપા સોસાયટી ના રોડ અંગે પૂછતાં તેમને જણાવ્યું હતું કે આ રોડ 14 માં નાણાં પંચ ની ગ્રાન્ટ માંથી આશરે 712 ચોરસ મીટર નો 4 લાખ રૂપિયા નો બનાવવામાં આવેલ છે અને તેની રકમ પણ કોન્ટ્રાકટર ને ચૂકવી દેવામાં આવી છે.

નગર પાલિકા દ્વારા જે ગટર અને રોડ ના કામો કરાવવામાં આવે છે તે ગુણવત્તા વગર ના અને પોતાના માનીતા કોન્ટ્રાકટરો ને જ કામો આપવામાં આવે છે તે ઉપર કોઈ ની રોક નથી તેમ લોકો માં ચર્ચા એ જોર પકડયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.