Western Times News

Gujarati News

સુરતઃ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે ૮ દિવ્યાંગજનોને ઈ-ટ્રાઈસિકલની ભેટ આપી

(પ્રતિનિધિ) સુરત, પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે સુરત ખાતે દેશમાં સૌપ્રથમવાર એક સાથે ૮ દિવ્યાંગજનોને ઈલેક્ટ્રિક ટ્રાઈસિકલની ભેટ આપી હતી.

સુરતના આ દિવ્યાંગો ભરતકામ, બુક બાઈન્ડિંગ, પેપર ડિસ્ટ્રીબ્યુશન, કંકોત્રી, કાર્ડ મેકિંગનું કામ કરી અન્ય પર આધારિત ન રહેતા આત્મનિર્ભર બની સ્વાવલંબી અને સન્માનભર્યું જીવન જીવી રહ્યા છે. આ દિવ્યાંગોમાં ચાર ભાઈઓ અને ચાર બહેનો છે, જેઓએ ઈ સાયકલની ભેટ મળવા બદલ આનંદિત થઈને મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશ પટેલ, ફદ્ગજીય્ેં મનેજમેન્ટ સમિતિના સભ્ય(મેમ્બર બોર્ડ ઓફ મેનેજમેન્ટ) અને મેડિકલ ફેકલ્ટી ડીન ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ,ર્નસિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ઇકબાલ કડીવાલા, ્‌શ્્‌ફ ર્નસિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી કિરણ દોમડિયા, ર્નસિંગ એસો.ના સંજય પરમાર, બિપિન મેકવાન, વિરેન પટેલ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.