Western Times News

Gujarati News

‘જો તમારી ભાષા ગઈ તો ધીરે-ધીરે તેઓ મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે: રાજ ઠાકરે

મુંબઈ, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ના વડા રાજ ઠાકરેએ કહ્યું કે, ‘મહારાષ્ટ્રમાં જેટલા પણ નેતા છે તેમાંથી સૌથી સારી મારી હિન્દી છે. આવું મારા પિતાજીના કારણે છે કારણ કે તેમને ઉર્દુ, મરાઠી અને હિન્દી સારી આવડતી હતી.

મારો તમામ ભાષા સાથે પ્રેમ છે. મીરા રોડ પહોંચીને ઠાકરેએ કહ્યું કે, હિન્દી ભાષાથી કોનું ભલું થયું છે? તે ભાષા માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હેરાનપરેશાન છે. હિન્દી કોઈ પણ રાજ્યની માતૃભાષા નથી. હિન્દી આડીઅવળી તૈયાર કરાઈ, ૨૦૦ વર્ષ જૂની ભાષા છે.

હિન્દીએ ૨૫૦થી વધુ ભાષાઓને મારી નાખી. હનુમાન ચાલીસા અવધિ ભાષામાં લખાયેલી છે, હિન્દીમાં નથી.’રાજ ઠાકરેએ મીરા રોડ પહોંચવા પર તેમનું સ્વાગત કરવા માટે ચાર જેસીબી ઉભા રખાયા હતા, જેનાથી તેના પર ફૂલોનો વરસાદ કરાયો.

તેમણે કહ્યું કે, ‘હું અહીં જાણીજોઈને આવ્યો. તે દિવસે જે ઘટના બની, મરાઠી જો ન સમજી તો કાનની નીચે મરાઠી સંભળાશે જ. નાની ઘટના હતી. મારા લોકો પાણી પીવા ગયા હતા.

મરાઠી ભાષાને લઈને પૂછ્યું તે તેમણે કહ્યું કે, તમામ લોકો હિન્દી જ બોલે છે. તો પછી જવાબ મળી ગયો.’જો કે, મીરા રોડ વિસ્તારમાં જ થોડા દિવસો અગાઉ મનસેના સમર્થકોએ એક હિન્દી ભાષી દુકાનદાર સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત રાજ્યના નેતાઓએ આ ઘટનાની આકરી ટીકા કરી હતી.

રાજ ઠાકરેએ કહ્યું કે, ‘તમને શું લાગે છે, મરાઠી વેપારી નથી. કેટલા દિવસ સુધી બંધ કરીને રહેશો. અમે જ્યારે કંઈ ખરીદીશું ત્યારે કંઈ નહીં થાય? મહારાષ્ટ્રમાં રહેવું છે તો શાંતિથી રહો.’રાજ ઠાકરેએ કહ્યું કે, ‘દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ત્રીજી ભાષા હિન્દીની કડકાઈ કરીશું. ત્યારબાદ આંદોલનના ડરથી જ નિર્ણય પરત લઈ લીધો.

હું કહેવા માગુ છું કે મહારાષ્ટ્રમાં ૧થી ૫ ધોરણ સુધી હિન્દી લાવીને તો બતાવો. દુકાન જ નહીં સ્કૂલ પણ બંધ કરાવી દઈશું.’સભાને સંબોધિત કરતા રાજ ઠાકરેએ કહ્યું કે, ‘વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે, મુંબઈ, મહારાષ્ટ્રને ન આપતા. આપણે જેમને આદરથી જોતા હતા, તેમણે મુંબઈને મહારાષ્ટ્રમાં આપવાનો વિરોધ કર્યાે હતો.’

મનસે પ્રમુખે પોતાના અંદાજમાં કહ્યું કે, ‘તમે અહીંના માલિક છો. બહારથી લોકો આવીને તમારા પર રૌફ જમાવશે? જો કોઈ તમારા પર આ રીતે રૌફ બતાવે તો તેના કાનની નીચે બજાવો. તમારી ભાષા ગઈ તો પગ નીચેથી જમીન સરકી જશે. ધીરે-ધીરે કરીને મુંબઈને ગુજરાતમાં ભેળવી દેશે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.