Western Times News

Gujarati News

જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ રાત્રે ‘સાઇકોસોમેટિક’ ભોજન કરે છે

આ કપલ ઇન્ડસ્ટ્રીમાં હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે જાણીતું છે

હેલ્ધી લાઇફ સ્ટાઇલને ચુસ્તપણે પાલન કરતા લોકોનો આ સાઇકોસોમેટિક ભોજનનો કોન્સેપ્ટ ઘણો ટ્રેન્ડિંગ અને અનોખો છે

મુંબઈ, જેકી ભગનાની અને રકુલપ્રીત સિંહ હંમેશા હેલ્ધી લાઇફસ્ટાઇલ અને હેલ્ધી છતાં ટેસ્ટી ફૂડ કઈ રીતે ખાઈ શકાય અને ભોજનમાં ટેસ્ટી સાથે હેલ્ધી વિકલ્પો કયા કયા છે. જેકી ભગનાનીએ તાજેતરમાં ફરાહ ખાનના યુટ્યુબ રસોઈ શોમાં તેની પત્ની રકુલ પ્રીત સિંહ સાથે તેમને મોડી રાત્રે ભુખ લાગે તો શું કરવું તેનું એક રહસ્ય ખોલ્યું હતું.જેકીએ શેર કર્યું હતું કે ફિટનેસ પ્રેમીઓ તરીકે, તેઓ શારીરિક તંદુરસ્તી સાથે પણ હેલ્ધી ફૂડ સાથે જોડાયેલા છે. જેકીએ આગળ કહ્યું કે, તમને કોઈ પણ પ્રકારના ગિલ્ટ વિના સ્વાદિષ્ટ ભોજન લેવું ગમે છે.

જેકીએ કહ્યું, “અમે રાત્રે ચોક્કસ પ્રકારે ખાવાનું કરીએ છીએ. જ્યારે અમને ખરેખર ભૂખ લાગે છે, ત્યારે અમે ‘સાઇકોસોમેટિક’ એપ્લિકેશન પર જઈએ છીએ અને મેનુ તપાસીએ છીએ.” રકુલે કહ્યું, ખાસ તો મોડે સુધી જાગવાનું હોય તો રાત્રે ૧૧ વાગે એટલે આવું લાગે છે. “કારણ કે અમે રાત્રે ૭-૮ વાગ્યે રાતનું ભોજન લઇ લઇએ છીએ.. તેથી, કેટલાક દિવસો તમને એવું લાગે કે હજુ કશુંક ખાવું છે, તમને ક્રેવિંગ થાય છે.

તો અમે મેનુ જોઈએ, ફોટો જોઈએ અને વિચારીએ કે અમે કંઈક જોઈએ છીએ અને અનુભવીએ છીએ કે અમે ખાધું છે. અમને પણ ખાવું ગમે છે.” હેલ્ધી લાઇફ સ્ટાઇલને ચુસ્તપણે પાલન કરતા લોકોનો આ સાઇકોસોમેટિક ભોજનનો કોન્સેપ્ટ ઘણો ટ્રેન્ડિંગ અને અનોખો છે, જેમાં તમે જે જુઓ તે ખાધું છે, એવું મનથી સ્વીકારી લેવાનું છે. રકુલ અને જેકીની આ નિખાલસ કબૂલાતમાંથી રાત્રે કે‹વગમાં આખા દિવસની કેલેરીની ગણતરીઓ ફેરવી નાખતા લોકોએ ઘણું શીખવા જેવું છે. આને મનોવૈજ્ઞાનિક આહાર કહેવાય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.