Western Times News

Gujarati News

સિડની સ્વીનીને બોલીવૂડ નિર્માતા દ્વારા ૫૩૦ કરોડની ઓફર કરાઈ

મુંબઇ, હોલીવૂડ કલાકાર સિડની સ્વીનીને એક ભારતી ફિલ્મ નિર્માણ કંપનીએ એક ઈન્ડો અમેરિકન પ્રોજેક્ટમાં કામ કરવા માટે ૫૩૦ કરોડની ઓફર આપી હોવાનું કહેવાય છે.

સિડની પોતે આ ઓફરથી એકદમ ડઘાઈ ગઈ છે અને તેણે કોઈ તત્કાળ પ્રતિક્રિયા આપી નથી. સિડનીને અપાયેલી ઓફરમાં ૪૧૫ કરોડ રૂપિયા ફી અને ૧૧૫ કરોડ રૂપિયા સ્પોન્સરશિપ ડીલ સામેલ છે.

સિડનીને એક ભારતીય સેલિબ્રિટી સાથે પ્રેમમાં પડેલી અમેરિકી સ્ટારનો રોલ ઓફર કરાયો છે. ફિલ્મનું શૂટિંગ આવતા વરસે લંડન, દુબઇ,ન્યુયોર્ક અને પેરિસમાં કરવામાં આવશે. સિડની આ ઓફર સ્વીકારશે તો બોલીવૂડનાં કોઈ પ્રોડકશન માટે કોઈ સ્ટારને મળેલી મોંઘામાં મોંઘી ફી હશે. ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવા માટે સિડનીને આ રોલ ઓફર કરાયો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.