Western Times News

Gujarati News

અમદાવાદ પૂર્વના વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપીને મુખ્યમંત્રીએ ખૈલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

અમદાવાદ પૂર્વના વસ્ત્રાલનિકોલબાપુનગરધીકાંટાદરિયાપુર  ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપીને મુખ્યમંત્રીશ્રીએ ખૈલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

Ahmedabad, રાજ્યભરમાં શક્તિ અને આરાધનાનું પર્વ નવલી નવરાત્રિ ઊજવાઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે વિવિધ ગરબા મહોત્સવોમાં ભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.

ચોથા નોરતાની રાતે મુખ્યમંત્રીશ્રી અમદાવાદ પૂર્વના વસ્ત્રાલનિકોલબાપુનગરધીકાંટાદરિયાપુર ખાતે વિવિધ ગરબા મહોત્સવમાં સહભાગી થયા હતા.  વસ્ત્રાલમાં માધવ હોમ્સ ખાતેનિકોલમાં શ્રી ખોડલધામ મેદાન ખાતે તેમજ શ્રીનાથ સોસાયટી ખાતેબાપુનગરમાં બહુચર માતા મંદિર ખાતેદરિયાપુરમાં શ્રી મહાકાળી મિત્ર મંડળ આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અને ઘીકાંટા ખાતે શ્રી શિવ શક્તિ માંઈ ઘીકાંટા યુવક મંડળ આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ગરબા મહોત્સવમાં આયોજકો તેમજ સોસાયટીના રહીશો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ગરબી ખાતે આરતીમાં સહભાગી થઈ માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ ખેલૈયાઓનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

નિકોલમાં શ્રીનાથ પાર્ક ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં મુખ્યમંત્રી શ્રી પહોચ્યા ત્યારે સ્વદેશી અપનાયેન્ગેભારત કો આત્મનિર્ભર બનાએન્ગેના સૂત્રોચ્ચાર પણ કરાયા હતા.

નિકોલમાં શ્રી ખોડલધામ મેદાન ખાતે આયોજિત ગરબા મહોત્સવમાં ખોડલધામ ખોડલ ગરબા મહોત્સવમાં સહકાર મંત્રી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મામેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ,  શ્રી ગોરધનભાઈ ઝડફિયાશ્રી વલ્લભ કાકડિયાવસ્ત્રાલના માધવ હોમ્સ ખાતે પૂર્વ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાબાપુનગર બહુચર માતા મંદિર ખાતે સ્થાનિક ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહાદરિયાપુર ખાતે  સ્થાનિક ધારાસભ્ય શ્રી કૌશિક જૈન તેમજ વિવિધ સ્થળોએ ગરબા મહોત્સવોમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રેરક શાહસ્થાનિક ધારાસભ્યશ્રીઓએએમસીના પદાધિકારીશ્રીઓ તેમજ સામાજિક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.