Western Times News

Gujarati News

પ્રેમલગ્ન બાદ પતિએ મારઝુડ કરી પત્નીને કાઢી મૂકી

ઘાટલોડીયામાં ઘરેલુ હિંસાની ફરીયાદ : સસરાના રૂપિયે કેનેડા રહી આવેલા યુવાનનું કૃત્યઃ પરણીતાએ સાસુ સસરા અને નણંદ વિરુદ્ધ પણ ફરીયાદ કરી

અમદાવાદ: પ્રેમ લગ્ન કર્યા બાદ માતાપિતાની ચડામણી આવેલા યુવકે પત્નીને મારામારી કરી તરછોડી દેતા તે ઘાટલોડીયા પોલીસ સ્ટેશન પહોચી છે ભાડેથી થોડા સમય અલગ રહ્યા બાદ બંને કેનેડા ગયા હતા જ્યા પણ સાસરીયાઓએ પિતાના કાનભંભરણી કરતા તે પત્ની સાથે અમદાવાદ આવેલા નીકળ્યો હતો જા કે એ પહેલા ચાર પાચ દિવસ સુધી પત્નીને એરપોર્ટમાં વેઈટીંગ લોન્જમાં બે બેસાડી રાખી હતી.
ભુમી જાષી સોશીયલ મીડીયા મારફતે કેટલાંક વર્ષ અગાઉ અપૂર્વ જાષી ક્રિષ્ના બંગ્લોઝ શીલજ થલતેજના સંપર્કમાં આવી હતી બંને વચ્ચે પ્રેમસંબંધ બાધાતા તેમણે વર્ષ ૨૦૧૭મા પ્રેમલગ્ન કર્યા હતા


જા કે અપૂર્વના પિતા મહેન્દ્રભાઈ અને માતા સુમનબેને ભુમીને અપનાવવાનો ઈન્કાર કર્યો હતો. ઉપરાત હું બેન્કર છુ મોટી ઓળખાણો છે. તુ ભિખારણ છે જેવા અપશબ્દો કહી ભૂમીને અપમાનીત કર્યા બાદ ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપતા, ભૂમિ પતિ અપૂર્વ સાથે અલગથી ઘર ભાડે રાખીને રહેતી હતી. કેટલાક સમય બાદ મહેન્દ્રભાઈ તથા સુમનબેન ત્યાં આવીને અપૂર્વની ચડામણી કરતા તેણે પણ તારા કારણે મારા પિતાએ મને મિલ્કતમાં ભાગ આપવાની ના પાડી છે. એમ કહીને દહેજની માંગણી કરી હતી. બાદમાં અપૂર્વ અને સુમનબેને ભુમી સાથે મારામારી કરી હતી.

જેના પગલે ભુમી પરત પોતાના પિતાના ઘરે જતી રહી હતી.  દરમિયાન બંનેએ કેનેડા સ્થાયી થવાનુ નક્કી કરતા ભુમીએ પોતાના પિતા પાસેથી રૂપિયા ચાર લાખ લઈને કેનેડાની ટીકીટો વગેરે કરાવી હતી. પરંતુ ત્યાં પણ અપૂર્વની બહેનના ફોન સતત આવતા હતા જેની વાતોમાં આવી મારઝૂડ કરતા અપૂર્વએ ભારત પરત આવવાનું નક્કી કર્યુ હતુ અને ટોરેન્ટો એરપોર્ટમાં ચાર પાંચ દિવસ સુધી વેઈટીગ એરીયામાં જ ભુમીને રહેવાની ફરજ પાડ્યા બાદ ૨૪ જાન્યુઆરીએ બંને પરત ફર્યા હતા.

અમદાવાદ આવતા જ ભુમિને તેના પિતાને ત્યાં મોકલી અપૂર્વ ત્યાંથી જતો રહ્યો હતો અને સાસરીયાએ સાથે મળી ભુમિને લઈ જવાની ના પાડતાં શારીરીક અને માનસીક ત્રાસથી કંટાળી જઈ છેવટે ભૂમિએ પોતાના પતિ સાસુ સસરા તથા નણંદ વિરુદ્ધ ઘરેલુ હિસાની ફરીયાદ દાખલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.