અક્ષય કુમાર અને સૈફ અલી ખાને ચર્ચગેટમાં ૩૦-૪૦ ગાડીઓ ઉડાડી
મુંબઈ, એક સમય હતો, જ્યારે મુંબઈના રસ્તાઓ પર ઘણી ફિલ્મના શૂટિંગ જોવા મળતા હતા. પરંતુ હવે એવું જ્વલ્લે જ જોવા મળે છે. જોકે, અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની આવનારી ફિલ્મ ‘હૈવાન’ આ ફિલ્મોથી અલગ હોવાની ચર્ચા છે.
તાજેતરમાં જ અક્ષય કુમાર અને સૈફ અલી ખાને સાઉથ મુંબઇના ચર્ચગેટ રેલ્વે સ્ટેશન અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ બંને જગ્યાએ પાંચ દિવસ સુધી એક્શન સીનનું શૂટ કર્યું છે.
આ અંગેના અહેવાલો અનુસાર તેમણે ચર્ચગેટ વિસ્તારમાં ઉંદર બિલ્લી જેવી દોડ-પકડની સિક્વન્સ શૂટ કરી હતી, જેમાં ૩૦-૪૦ ગાડીઓ આમથી તેમ ઉડતી હતી અને ૧૦૦ જુનિયર આર્ટીસ્ટ શૂટ કરી રહ્યા હતા.
આ શૂટ પાંચ રાત સુધી ચાલ્યું હતું, જે એક્શન ડિરેક્ટર સ્ટંટ શિવા દ્વારા કરાયું હતું. આ અંગે એક ઇન્ટરવ્યુમાં પ્રિયદર્શને કહ્યું છે, “અક્ષય અને સૈફ બંનેને ખબર હતી કે આ સીન કેવો હશે અને બંનેએ સહકાર આપ્યો હતો, અક્ષય વહેલો ઉંઘી જાય છે, છતાં.” અક્ષય કુમારે હાલ ‘હૈવાન’નું પોતાનું શૂટિંગ પૂરું કરી લીધું છે અને તે દુબઈ ‘વેલકમ ટુ ધ જંગલ’ના શૂટ માટે પહોંચી ગયો છે.
લગભગ છેલ્લાં દસ વર્ષથી ર્પાેસ પિક્ચર્સના કોરિયન પ્રોડ્યુસર હ્યુનવૂ થોમસ કિમ મુંબઇમાં કામ કરી રહ્યા છે, તેમણે ૨૦૧૬માં ‘તીન’, ૨૦૨૩માં ‘જાને જાં’, ૨૦૨૩માં ‘બ્લાઇન્ડ’ અને ૨૦૨૨માં ‘સાકિની ડાકિની’ જેવી ફિલ્મો બનાવી છે. હવે તેમણે અક્ષય કુમારને ફિલ્મ ઓફર કરી હોવાની ચર્ચા છે અને તેની સ્ક્રિપ્ટ પર થ્રિલર ફિલ્મ માટે જાણીતા સુજોય ઘોષ કામ કરી રહ્યા છે.
તાજેતરમાં જ તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ૨૦૧૪માં, તેમને નિયમિત રીતે બાલાજી નામની કંપની પરથી મેઇલ આવતા હતા અને શરૂઆતમાં તો એમને લાગ્યું કે આ સ્પામ મેઇલ છે. એક દિવસ તેમણે મેઇલ ખોલ્યો અને તેમને ખબર પડી કે આ એક જાણીતું પ્રોડક્શન હાઉસ, બાલાજી મોશન પિક્ચર્સ છે અને તેઓ તેમની ફિલ્મ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ની હિન્દી રીમેક માટે અધિકારો માગી રહ્યા છે. તેથી કિમને એ જાણવું હતું કે આ રીમેક કોણ ડિરેક્ટ કરશે, તેમને કહેવાયું કે સુજોય ઘોષને સાઇન કરાયા છે.
પછી હ્યુનવૂએ સુજોયની ‘કહાની’ જોઈ અને તેઓ આ ફિલ્મથી ઘણા પ્રભાવિત થયા. એટલે તેઓ સુજોયને મળવા મુંબઈ આવ્યા. આ મીટિંગ પછી તેમણે બાલાજીને રાઇટ્સ આપી દીધા.પરંતુ આ ફિલ્મ કેમ ન બની તે અંગે તેમણે જણાવ્યું, “દૃષ્યમ બની ચુકી હતી અને તે આ જ વાર્તા પરથી પ્રરિત હતી.
હું દૃશ્યમના મેકર્સ પર દાવો માંડવા માગતો હતો, પરંતુ આવું ન કર્યું કારણ કે એકતા કપૂરે ટેકો પાછો ખેંચી લીધો.”૨૦૧૭માં તેઓ કન્નડા હિટ પુશ્પકા વિમાના સામેનો કેસ જીતી ગયા, જે તેમની ફિલ્મ ‘મિરેકલ ઇન સેલ નં.૭’ની રીમેક હતી, જેના અધિકારો તેમની પાસે હતા. બોમ્બે હાઇકોર્ટે પણ કન્નાડા ફિલ્મની ટીમને સેટેલાઇટ અને ટેલિકાસ્ટના કોઈ જ અધિકારોથી બાકાત કરી દેવાઈ.તેમણે કહ્યું કે હવે તેમણે કોરિયન ફિલમની રીમેક ફિલ્મ માટે અક્ષય કુમારનો સંપર્ક કર્યાે છે.
તેમણે જણાવ્યું, “હજુ કાલે જ મેં અક્ષયને મેસેજ કર્યાે છે, જેઓ હાલ લંડનમાં છે, તેમને ઇન્ડસ્ટ્રીમાં દરેકે જોઈ છે એવી એક ચોક્કસ ફિલ્મ જોવા કહ્યું છે. સુજોયે તેનો ડ્રાફ્ટ પણ કરી નાખ્યો છે. જો અક્ષય સહમત થશે તો આ ફિલ્મ બનશે. મેં પહેલાં આ ફિલ્મ વિશે શાહરુખને પણ મેસેજ કર્યાે હતો, જેમણે પહેલાં મારી પાસે સ્ક્રીપ્ટ માગી હતી.”SS1MS
