Western Times News

Gujarati News

પુલવામાનું આ એ ઘર છે જ્યા ઉમરનો મિત્ર આમિર રાશિદ રહે છેઃ ધરપકડથી બીજા ષડયંત્રો ખુલશે

ઉમરના મિત્રની ધરપકડ થતાં હુમલાના બીજા ષડયંત્રોનો પર્દાફાશ થશે?-આમિર રાશિદ અલીએ હુમલાખોર ડૉ. ઉમર સાથે મળી કાવતરું ઘડ્યું હતું

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીમાં લાલ કિલ્લા બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહેલી એનઆઈએ એ એક મોટી સફળતા મેળવી છે. એનઆઈએએ આ કેસમાં પહેલી ધરપકડ કરી છે. એનઆઈએએ રાષ્ટ્રીય રાજધાનીથી આમિર રાશિદ અલીની ધરપકડ કરી છે. એવું જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં વપરાયેલી આઈ૨૦ કાર આમિરના નામે નોંધાયેલી હતી. Person in Picture is being identified as Aamir Rashid of Samboora Pulwama. He along with his brother Umar Rashid has been detained by Police

દિલ્હી પોલીસ પાસેથી કેસ સંભાળ્યા પછી, એનઆઈએએ મોટા પાયે તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે, જેના કારણે આ સફળતા મળી હતી. એનઆઈઅના જણાવ્યા અનુસાર, આમિર રાશિદ જમ્મુ અને કાશ્મીરના પમ્પોરનો રહેવાસી છે.

Delhi Blast Case · The car’s owner was contacted via OLX. · The car was registered using Aamir Rashid‘s documents. · Aamir Rashid is a resident of Pulwama. · The car was purchased on October 29th. · Two men came to complete the purchase. · The identity of the second individual is unknown. · The car was handed over by Sonu, an associate of Amit Patel.

આમિર રાશિદ અલીએ હુમલાખોર ડૉ. ઉમર સાથે કાવતરું ઘડ્યું હતું. એનઆઈએએ દિલ્હીથી રાશિદની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ પાસેથી કેસ સંભાળ્યા પછી, એનઆઈએએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

એનઆઈએ તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલામાં વપરાયેલી કાર આમિર રાશિદ અલીના નામે નોંધાયેલી હતી. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આમિર રાશિદ અલી કથિત રીત કાર ખરીદવામાં મદદ કરવા માટે દિલ્હી આવ્યો હતો.

એનઆઈઅની ફોરેન્સિક તપાસમાં કાર વિસ્ફોટમાં મૃત્યુ પામેલા ડ્રાઇવરની ઓળખ પુલવામા જિલ્લાના રહેવાસી ઉમર ઉન નબી તરીકે થઈ છે. ડૉ. ઉમર નબી ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર તરીકે કામ કરતો હતો.

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે દિલ્હી વિસ્ફોટ માટે જવાબદાર વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ છેલ્લા એક વર્ષથી આત્મઘાતી બોમ્બરની શોધમાં હતો. આ મોડ્યુલનો માસ્ટરમાઇન્ડ ડૉ. ઉમર નબી હતો, જે દિલ્હી વિસ્ફોટમાં માર્યો ગયો હતો. તે મોડ્યુલ માટે આત્મઘાતી બોમ્બરની શોધમાં હતો.

અધિકારીઓનું કહેવું છે કે પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ઉમર કટ્ટરપંથી હતો અને તેણે આ કાર્યવાહીને અંજામ આપવા માટે આત્મઘાતી બોમ્બરનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખ્યો હતો. શ્રીનગર પોલીસે દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડથી જસીર ઉર્ફે દાનિશની અટકાયત કરી હતી, જેણે આ બાબતોનો ખુલાસો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.