Western Times News

Gujarati News

રાંધણ ગેસમાં ૧૪૯ રૂપિયા વધ્યા

નવી દિલ્હી, સબસીડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇન્ડીયન ઓઇલના જણાવ્યા મુજબ ૧૪ કિલોવાળો સિલિન્ડર હવે ૧૪૪.પ૦ રૂપિયાથી વધીને ૮પ૮.પ૦ રૂ.માં મળશે બીજીબાજુ કલકત્તામાં તે ૧૪૯ રૂપિયા વધીને ૮૯૬૦૦ રૂપિયા જયારે મુંબઇના લોકોને ૧૪પ રૂપિયા વધુ ચુકવવા પડશે સિલિન્ડર હવે ૮ર૯,પ૦ રૂપિયા મળશે સુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે એક જાન્યુઆરી બાદ ગેસના ભાવ વધ્યા નથી.

ઉલ્લેખનીય છે કે સામાન્ય બજેટ પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર રેકોર્ડ રર૪.૯૮ રૂપિયાનો વધારો કર્યો હતો. કારોબારીઓને અકીલા કોમર્શિયલ સિલિન્ડર માટે વધારો કર્યો હતો. કારોબારીઓને કોમર્શિયલ સિલિન્ડર માટે ૧પપ૦.૦ર રૂપિયા ચુકવવા પડી રહ્યા છે. બીજી બાજુ રસોઇ ગેસ ગ્રાહકો માટે રાહત મળી હતી. માસિક રેટ રિવીઝનમાં રસોઇ ગેસ  સિલિન્ડરના બજારની કિંમતમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. એટલે કે લોકોને ૧૪.ર કિલો વાળો સિલિન્ડ ૭૪૯ રૂપિયાનો જ મળી રહ્યો હતો. વર્તમાનમાં સરકાર એક વર્ષમાં પ્રત્યેક ઘર માટે ૧૪.ર કિ.ગ્રા.ના ૧ર સિલિન્ડરો પર સબસીડી આપે છે. જ તેનાથી વધુ સિલિન્ડર જોઇએ તો બજાર મુલ્ય પર ખરીદી કરવી પડે છે. જો કે સરકાર દર વર્ષે ૧ર સિલિન્ડરો પર જે સબસીડી આપે છે તેની કિંમત પણ મહીને દર મહીને બદલતી રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.