Western Times News

Gujarati News

પતંગની ડોર આપણને સંતુલન, શિસ્ત અને ધીરજ શીખવે છે: હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવારજનો સાથે પતંગ ચગાવી મકર સંક્રાંતિની ઉજવણી કરી

ગુજરાતમાં મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથીપરંતુ સંસ્કૃતિપ્રેમ અને આત્મીયતાનો  જીવંત અનુભવ છે : નાયબ મુખ્યમંત્રીશ્રી

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતીઓને મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવી

માહિતી બ્યુરો,સુરત:બુધવાર: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરતના મગદલ્લા ખાતે પરિવારજનો સાથે પતંગ ચગાવી હર્ષોલ્લાસ સાથે મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી કરી હતી. તેમણે પીપલોદ ખાતે ગોવર્ધન હવેલી ખાતે ગૌ માતાને ઘાસ ખવડાવી ગૌપૂજન પણ કર્યું હતું.

મગદલ્લાના રિવુલેટ રેસિડેન્સીના ધાબા પર શ્રી સંઘવીએ પતંગ ચગાવી પેચ લડાવ્યા હતા. સ્થાનિક રહીશોએ કાઈપો ચે..ના હર્ષનાદ સાથે નાયબ મુખ્યમંત્રી સાથે પતંગોત્સવમાં જોડાયા હતા.

રાજ્યની ભાતીગળ ઓળખપતંગોના ઉલ્લાસમય પર્વ મકર સંક્રાંતિ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા પાઠવતા જણાવ્યું કેગુજરાતમાં મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથીપરંતુ સંસ્કૃતિપ્રેમ અને આત્મીયતાનો જીવંત અનુભવ છે. આકાશમાં ઉડી રહેલી રંગબેરંગી પતંગો ગુજરાતની જીવંતતા અને ઉત્સવપ્રેમ દર્શાવે છે. પતંગની ડોર આપણને સંતુલનશિસ્ત અને ધીરજ શીખવે છે.

ઉત્સવ સાથે પારિવારિક ઉજાણીનો ઉલ્લેખ કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કેઉત્તરાયણ પર્વે ઘર-ઘરમાં બનતા ઉંધીયાતલના લાડુચીકી અને તેના સ્વાદપરંપરા અને ભાતીગળ વારસો આપણને યાદ અપાવે છે કે મકર સંક્રાંતિ માત્ર આનંદનો દિવસ નથીપરંતુ એકતાનું પ્રતિક પણ છે. જેમ ઉંધીયું વિવિધ શાકના મિશ્રણથી સ્વાદિષ્ટ બને છેતેમ ગુજરાતની બહુરંગી સંસ્કૃતિ અને ઉત્સવોની વિવિધતાથી એકતા અને સદ્દભાવના તાંતણે ગુજરાત મજબૂત અને ગૌરવશાળી બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.