ઈતિહાસ રચાયો! ૨૨ વર્ષીય કાર્લાેસ અલ્કારેઝે જોકોવિચનું વર્ચસ્વ તોડ્યું
નવી દિલ્હી, ટેનિસ જગતમાં રવિવારે એક નવો સૂર્યાેદય થયો છે. સ્પેનના ૨૨ વર્ષીય યુવા સનસનાટી કાર્લાેસ અલ્કારેઝે ઓસ્ટ્રેલિયન ઓપન ૨૦૨૬ની ફાઈનલમાં દિગ્ગજ નોવાક જોકોવિચને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. વર્લ્ડ નંબર-૧ અલ્કારેઝે આ જીત સાથે પોતાની કારકિર્દીનું પ્રથમ ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીત્યું છે અને રમત ગમતના ઈતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત કર્યું છે.આ જીત અલ્કારેઝ માટે માત્ર એક ટ્રોફી નથી, પણ એક મહાન સિદ્ધિ છે.
માત્ર ૨૨ વર્ષની ઉંમરે અલ્કારેઝે હવે ચારેય મોટા ગ્રાન્ડ સ્લેમ (ઓસ્ટ્રેલિયન ઓપન, ળેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપન) જીતી લીધા છે. તે ચારેય ગ્રાન્ડ સ્લેમ જીતનારો વિશ્વનો સૌથી યુવા પુરુષ ખેલાડી બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સ્પેનિશ લેજન્ડ રાફેલ નડાલના નામે હતો, જેને હવે અલ્કારેઝે પોતાના નામે કરી લીધો છે.મેલબોર્ન પાર્ક ખાતે રમાયેલી આ ફાઈનલ મેચ કોઈ રોલરકોસ્ટર રાઈડથી ઓછી નહોતી.
અલ્કારેઝે જોકોવિચને ચાર સેટના સંઘર્ષમાં ૨-૬, ૬-૨, ૬-૩, ૭-૫ થી હરાવ્યો હતો.નોવાક જોકોવિચે પોતાની અનુભવી રમત બતાવીને શરૂઆતમાં જ અલ્કારેઝની સર્વિસ બ્રેક કરી અને ૬-૨થી સેટ જીતીને મજબૂત પકડ બનાવી લીધી હતી. બીજા સેટથી અલ્કારેઝે પોતાનો અસલી અંદાજ બતાવ્યો. તેણે આક્રમક રિટર્ન્સ અને પાવરફુલ સર્વિસના જોરે ૬-૨થી વળતો જવાબ આપ્યો.SS1MS
