Western Times News

Gujarati News

મેટ્રોની ટનલને લીધે ૪ બિલ્ડીંગના પાયા હચમચ્યાં, લોકોને હોટલમાં ખસેડયા

પ્રતિકાત્મક

સિસ્મોગ્રાફ મશીન મૂકી મોનિટરિંગ કરવાની ફરજ પડી, ૩ બિલ્ડીંગ નીચે ટેકા મારવા પડયા

સુરત, સુરતમાં ચોકબજાર વિસ્તારમાં મેટ્રોની ટનલ કાઢવા માટે હોવાથી ટીબીએમની કામગીરીથી ચાર મકાનના પાયા હચમચી ગયા હતા. સલામતીના કારણોસર બિલ્ડીંગમાં તમામ ફલેટ ખાલી કરાવાયા અને બિલ્ડીંગો નીચે ટેકા મૂકી સિમેન્ટથી ગ્રાઉટીંગ કરવાની ફરજ પડી છે.

એટલું જ નહીં દેશ વિદેશના નિષ્ણાંતો પાસે અવલોકન કરાવીને સિસ્મોગ્રાફ મશીન મૂકી વાઈબ્રેશનની તપાસ કરાવાઈ રહી છે. ચોકબજારમાં ક્રાઈમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગ કામગીરી દરમિયાન ટીબીએમના વાઈબ્રેશનથી રહેણાંક ૪ બિલ્ડીંગોમાં અસર પહોંચી છે

જેમાં ૩ બિલ્ડીંગ નીચે ટેકા મારવા પડયા છે તથા રંગીલદાસ અને હિમા પેલેસના રહીશોને હોટલમાં ખસેડીને મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરાયું છે. હાલ ટીબીએમ હિબા પેલેસની નીચે ૧ર મીટરે છે.

નજીકના બક્ષી બંગલામાં ક્રેક પડતા મેટ્રો ઓથોરિટીએ મરામત કરી હતી. હિબા પેલેસના પા‹કગમાં સીમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે જેથી જમીનની મજબૂતી વધે. ટનલ એન્ડ›સ લાઈબ્રેરી પાસે બહાર નીકળશે. આ ઘટનાને પગલે ૩ દેશના એકસપટ્‌ર્સે વિઝિટ કરી છે.

કામગીરીને ચકાસવા જીએમઆરસીના અધિકારીઓ સાથે ઈટલી, કોરિયા, ઈન્ડોનેશિયાના એકસપર્ટ અને એસવીએનઆઈટીના અતુલ દેસાઈએ સોમવારે ફિલ્ડ વિઝિટ કરી હતી જેમાં સાવચેતીરૂપે કેટલાક પગલાં સૂચવ્યા હતા. હાલ બિલ્ડીંગોના સ્ટ્રકચર્સને નુકસાન ન થાય તે માટે જમીન, ટનલ, સ્ટ્રકચરમાં કેમિકલ ઈન્જેકશન અપાઈ રહ્યા છે જેથી સ્ટ્રકચરને મજબૂત બનાવી શકાય.

સાવચેતીના ભાગરૂપે ૬ પરિવારને મેરિયેટ હોટલમાં ખસેડી બિલ્ડીંગ નીચે સિમેન્ટથી ગ્રાઉટિંગ કરીને મજબૂતાઈ વધારાઈરહી છે. મોડી રાત સુધી પણ એન્જિનિયર્સ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. બિલ્ડીંગ નીચે ૧ર મીટરની ઉંડાઈએ ટીબીએમ પહોંચ્યું છે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલ ભયભીત થવા જેવું કશું નથી. ગુજરાત મેટ્રો રેલના ઈજનેર સાર્થક શાહ કહે છે કે, તમામ મશીનરી અને ટેકનોલોજીના આધારે કામ થઈ રહ્યું છે. હાલમાં દર કલાકે સીએમઓ અને પીએમઓ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.