80 હજારની લાંચ લેતા TDO ઝડપાયો: 1.65 લાખની માંગણી કરી હતી
પ્રતિકાત્મક
(એજન્સી)જૂનાગઢ, ગુજરાતમાં કોઈ પણ સરકારી કર્મચારી લાંચ લેવાનો પ્રયત્ન કરે તે તેના પર એસીબી દ્વારા મોટા કાર્યવાહી કરવામાં આવે છે. એસીબીને જાણ કરી એટલે જે તે અધિકારી કે કર્મચારીનું છટકું ગોઠવાઈ જાય છે. ફરી એક સરકારી બાબુ લાંચ લેતા રંગે હાથે ઝડપાયાં છે.
મેંદરડા તાલુકા વિકાસ અધિકારીને એસીબીએ ૮૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથે હાથે ઝડપાયા છે. મેંદરડા તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાની આ લાંચ કેસમાં એસીબી દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મેંદરડા તાલુકાના એક ગામે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોના કામો અંગે તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાએ રૂપિયાની માંગણી કરી હતી.
તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયા દ્વારા આ કામ માટે રૂપિયા ૧,૬૫,૦૦૦ની માંગણી કરવામાં આવી હતી. જેમાંથી અડધા રૂપિયા પહેલા આપવા માટે કહેવામાં આવ્યું છે.
