Western Times News

Gujarati News

UPI નવો રેકોર્ડઃ દેશમાં ચાલુ વર્ષે રૂ.૨૩૦ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન

વિશ્વના ૮ દેશોમાં પણ કાર્યરત, બીજા દેશોમાં પણ વિસ્તરણના પ્રયાસો

એસીઆઇ વર્લ્ડવાઇડના ૨૦૨૪ના રીપોર્ટ મુજબ કુલ વૈશ્વિક રીયલ ટાઇમ રિટેલ પેમેન્ટમાંથી ૪૯ ટકા ટ્રાન્ઝેક્શન યુપીઆઇ દ્વારા ઉપયોગ થયો

નવી દિલ્હી, યુનિફાઇડ પેમેન્ટ્‌સ ઇન્ટરફેસ (UPI) મારફત ડિજિટલ પેમેન્ટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર સુધીમાં યુપીઆઇ મારફત વિક્રમજનક રૂ.૨૩૦ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયાં હતાં. ભારત ઉપરાંત વિશ્વના બીજા આઠ દેશોમાં પણ યુપીઆઇનો ઉપયોગ થઈ રહ્યો છે.રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા રાજ્ય કક્ષાના નાણા પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે UPI મારફત ટ્રાન્ઝેક્શનમાં ઝડપી વધારો થઈ રહ્યો છે.

૨૦૨૫-૨૬ના ડિસેમ્બર સુધીમાં આશરે રૂ.૨૩૦ લાખ કરોડના ટ્રાન્ઝેક્શન થયાં હતાં. યુપીઆઇનો હવે ભારત બહાર પણ વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. હાલમાં કરન્સી કન્વર્ઝન પછી આઠ દેશોમાં ઓનલાઇન પેમેન્ટ માટે યુપીઆઇનો ઉપયોગ થાય છે.સંસદમાં લેખિત જવાબમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે યુપીઆઇ હાલમાં આઠ દેશોમાં કાર્યરત છે. આ દેશોમાં ભુતાન, ળાન્સ, મોરેશિયસ, નેપાળ, કતાર, સિંગાપોર, શ્રીલંકા અને યુએઇનો સમાવેશ થાય છે.

સરકાર, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) અને NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ હાલમાં યુપીઆઇના આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે વિવિધ પગલાં લઈ રહ્યાં છે. તેમાં સીમા પારના પર્સન-ટુ-પર્સન (પીટુપી) રેમિટન્સ પ્રવાહને સરળ બનાવવા માટે ભાગીદાર દેશોની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ સાથે યુપીઆઇને લિન્ક કરવાનાં તથા સીમા પારના પર્સન-ટુ-મર્ચન્ટ (પીટુએમ) પેમેન્ટને શક્ય બનાવવા ટ્રાવેલ આધારિત કોરિડોરની સ્થાપનાનો સમાવેશ થાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રિટેલ ડિજિટલ પેમેન્ટમાં વૃદ્ધિ અંગેના ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ))ના અહેવાલમાં યુપીઆઇને ટ્રાન્ઝેક્શનની સંખ્યાને આધારે વિશ્વની સૌથી મોટી રિટેલ ફાસ્ટ-પેમેન્ટ સિસ્ટમ ગણાવવામાં આવી હતી. આ ઉપરાંત એસીઆઇ વર્લ્ડવાઇડના ૨૦૨૪ના રીપોર્ટ મુજબ કુલ વૈશ્વિક રીયલ ટાઇમ રિટેલ પેમેન્ટમાંથી ૪૯ ટકા ટ્રાન્ઝેક્શન યુપીઆઇ દ્વારા ઉપયોગ થયો હતો. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.