Western Times News

Gujarati News

એવું તે શું થયું કે ત્રણ સગીર બહેનોએ નવમા માળેથી કૂદીને આત્‍મહત્‍યા કરી

ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ત્રણ સગીર બહેનોએ નવમા માળેથી કૂદીને આત્‍મહત્‍યા કરી હતી. પોલીસના જણાવ્‍યા અનુસાર, ત્રણેય બહેનો ઓનલાઈન ગેમ્‍સ રમવાની આદત ધરાવતી હતી. પરિવારે તેમના રમવાનો વિરોધ કર્યા બાદ તેમણે આ આત્‍યંતિક પગલું ભર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્રણેય બહેનો ૧૬, ૧૪ અને ૧૨ વર્ષની છે.

આ ઘટના ગાઝિયાબાદના ટીલા મોડ સ્‍થિત ભારત સિટીમાં બની હતી. પોલીસે તપાસ શરૂ કરી છે. એવું જાણવા મળ્‍યું છે કે ત્રણેય બહેનો ઓનલાઈન ટાસ્‍ક-આધારિત કોરિયન લવર ગેમ રમતી હતી. છોકરીઓનું નામ નિશિકા (૧૬), પ્રાચી (૧૪) અને પાખી (૧૨) છે.

આ ઘટના પછી તેમના પિતા ચેતન કુમાર હજુ પણ આઘાતમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ-૧૯ મહામારી દરમિયાન ત્રણેય બહેનો મોબાઈલ ગેમ્‍સની લતમાં આવી ગઈ હતી.

તેઓ ટાર્ગેટ ગેમ રમતા હતા. પોલીસના જણાવ્‍યા અનુસાર, તેઓ નિયમિત શાળામાં જતા નહોતા. ત્રણ સગીર બહેનોએ ભારત સિટી સોસાયટીના ૯મા માળેથી કૂદી પડવાની ઘટના મંગળવારે રાત્રે ૨ વાગ્‍યે બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય બહેનો ભારત સિટી ગ્‍૧ ટાવરના ફલેટ ૯૦૭ માં રહેતી હતી. ત્રણેય બહેનો ઓનલાઈન મોબાઈલ ગેમ્‍સની આદત ધરાવતી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ખાવાનું,

શાળાએ જવાનું, સૂવાનું અને રોજિદા બધા કાર્યો સાથે મળીને કરતી હતી. ગઈકાલે રાત્રે લગભગ ૨ વાગ્‍યે, ત્રણેય બહેનોએ ૯મા માળેથી કૂદીને આત્‍મહત્‍યા કરી લીધી. આત્‍મહત્‍યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં, બહાર આવતી માહિતી સૂચવે છે કે કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન ત્રણેય બહેનો મોબાઇલ ફોનની વ્‍યસની બની ગઈ હતી.

ત્‍યારબાદ, તેઓએ ઓનલાઈન ટાસ્‍ક-આધારિત ગેમ કોરિયન લવર રમી. પોલીસના જણાવ્‍યા અનુસાર, ત્રણેયમાંથી કોઈએ નિયમિત શાળાકીય શિક્ષણ મેળવ્‍યું ન હતું અને સતત સાથે કામ કરતી હતી. આ ત્રણેયના મોતથી સૌ કોઈ ચોંકી ગયા છે.

ઘટનાના કારણ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. સામૂહિક આત્‍મહત્‍યાના કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ હતી. આ મામલાની તપાસ ચાલી રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.