Western Times News

Gujarati News

‘મોદી સાથે કંઈ પણ થઈ શક્યું હોત, મેં જ લોકસભામાં આવતા અટકાવ્યા’

લોકસભા સ્પીકર ઓમ બિરલાનો મોટો દાવો

(એજન્સી)નવી દિલ્હી,લોકસભાના સ્પીકર ઓમ બિરલાનું કહેવું છે કે, તેમણે જ વડાપ્રધાનને સંસદમાં આવવાની મનાઈ કરી હતી. તેમણે મોટો દાવો કરતા કહ્યું કે, આવું એટલા માટે કરવામાં આવ્યું કારણ કે કોંગ્રેસના સાંસદો તેમના પર શારીરિક હુમલો કરી શકતા હોત. આ દરમિયાન હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. સ્પીકરે કહ્યું કે, જો કોઈ ઘટના બની હોત તો લોકશાહીની ગરિમા ખરડાઈ હોત.

તેનાથી બચવા માટે મેં પીએમને વિનંતી કરી કે, તેઓ ગૃહમાં જ ન આવે. આખરે તેમના ભાષણ વિના જ આભાર પ્રસ્તાવને મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ અંગે વાત કરતા ભાજપના સાંસદ અપરાજિતા સારંગીએ કહ્યું કે, તે વાત સાચી છે કે પીએમ મોદીની સુરક્ષા ખતરામાં હતી.

તેથી અમે આભારી છીએ કે લોકસભા સ્પીકરે બુધવારે પીએમ મોદીને સંસદમાં આવતા અટકાવ્યા. જ્યારે આ અંગે પ્રિયંકા ગાંધીને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, આવી વાતો ખોટી છે. તેમણે કહ્યું કે, જો ત્રણ મહિલા સાંસદો પીએમ નરેન્દ્ર મોદીની નજીક ઉભી રહે છે, તો તેઓ ખતરો અનુભવે છે. આ કેવા પ્રકારની વાત છે? એટલું જ નહીં, તેમણે મીડિયા કર્મચારીઓને પણ પ્રશ્ન કર્યો કે, તેમણે અમિત શાહ કે મોદીને કેમ પૂછ્યું નહીં કે વિપક્ષના નેતાને શા માટે બોલવા દેવામાં આવ્યા નથી.

રાહુલ ગાંધીને સંસદમાં બોલતા અટકાવવાનો આધાર શું હતો? તેઓ આ વિશે શું કઈ કહેશે? તેમણે કહ્યું કે, શું તમે સરકારને કોઈ પ્રશ્ન પૂછી શકો છો? લોકસભા સ્પીકરએ સંસદના કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત રાખવાની જાહેરાત કરી. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કેસ બુધવારે જે બન્યું તે ખૂબ જ અણધાર્યું હતું. તેમણે કહ્યું કે, લોકસભામાં વિપક્ષના કેટલાક સાંસદોનું જે વર્તન હતું, તે લોકસભાના ઇતિહાસમાં કાળા ડાઘ તરીકે નોંધાયું છે.

તેમણે કહ્યું કે, જે પ્રકારનું વર્તન થયું તે અણધાર્યું હતું. આવું વાતાવરણ ગૃહમાં ન થવું જોઈએ અને બધા લોકોએ કાર્યવાહી ચલાવવામાં સહયોગ આપવો જોઈએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસ દ્વારા પીએમ મોદી વિરુદ્ધ કંઈક ખોટું કરવાની યોજના બનાવવામાં આવી રહી હતી. તેથી જ અમે રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા માટે તેમનું જવાબી ભાષણ મુલતવી રાખ્યું. તેમની સ્પીચ વગર જ આભાર પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો.

નોંધનીય છે કે, ૨૦૦૪ પછી આ પહેલી વાર છે જ્યારે વડાપ્રધાન રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચાનો જવાબ આપી શક્્યા ન હતા અને તેમના ભાષણ વિના આભાર પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો હતો. રવિશંકર પ્રસાદે કહ્યું કે, આખરે આ લોકો શું ઇચ્છે છે? પીએમનો રસ્તો રોકવામાં આવે અને તેમને ઘેરી લેવામાં આવે. આ શું છે? લોકસભા આખરે શા માટે છે? દરેક લોકો દુઃખી છે, જે સ્તરે આ લોકો સંસદમાં પહોંચાડ્યા છે. સ્પીકરે આજે પોતાની વ્યથા વ્યક્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.