Western Times News

Gujarati News

સંમતિથી બંધાયેલા સંબંધોમાં બળાત્કારની ફરિયાદ રદ કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

સપ્ટેમ્બર ૨૦૨૨માં મહિલા પર આરોપીએ પ્રથમ વખત બળાત્કાર ગુજાર્યાે હતો

લગ્નની લાલચ આપી જાતીય સંબંધો બાંધવાના મામલે દરેક કેસમાં બળાત્કારનો ગુનો ગણી શકાય નહીંઃ સુપ્રીમનું અવલોકન

નવી દિલ્હી,લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારવાના કેસમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ રદ કરવાના નિર્દેશ આપતાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, પ્રસ્તુત કેસમાં સંમતિથી બંધાયેલા સંબંધોમાં આવેલી કટુતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સર્વાેચ્ચ અદાલતે અગાઉ આપેલા ચુકાદાનો સંદર્ભ આપ્યા હતા, જેમાં નિષ્ફળ અથવા ભગ્ન સંબંધોમાં અપરાધનો રંગ ઉમેરવામાં આવ્યો હતો.

છત્તીસગઢ હાઈકોર્ટે ગત વર્ષે માર્ચ મહિનામાં આપેલા ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જેની સુનાવણી જસ્ટિસ બી વી નાગરત્ન અને ઉજ્જલ ભુયાનની બેન્ચ સમક્ષ હાથ ધરાઈ હતી. ફેબ્›આરી ૨૦૨૫માં બિલાસપુર જિલ્લામાં નોંધાયેલી પોલીસ ફરિયાદને રદ કરવાની હાઈકોર્ટે મનાઈ ફરમાવી હતી. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં ૩૩ વર્ષની પરિણીત મહિલા એક સગીરની માતા છે.

લગ્નનું વચન આપીને શારીરિક સંબંધો સ્થાપ્યા હોવાની હકીકત માત્રથી દર વખતે બળાત્કારનો કેસ બનતો નથી. પરસ્પર સંમતિથી બંધાયેલા સંબંધોમાં આવેલી કડવાશના કારણે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાતું હોવાનું નોંધતાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, વારંવાર બળાત્કારના ગુના સંદર્ભે કોર્ટાેએ અત્યંત સાવચેતી રાખવી જોઈએ.

હકીકતમાં પીડિત હોય તો ગુનેગારને સજા થવી જોઈએ, પરંતુ વિવાદ અથવા અસંમતિના પગલે મન બદલાય અને બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવે તો
તેનું મૂલ્યાંકન થવું જોઈએ. પ્રસ્તુત કેસમાં, ફરિયાદી મહિલાને પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો અને સપ્ટેમ્બર ૨૦૨૨માં મહિલા પર આરોપીએ પ્રથમ વખત બળાત્કાર ગુજાર્યાે હતો. લગ્નની લાલચ આપી આરોપીએ વારંવાર બળાત્કાર ગુજાર્યાે હોવાનો મહિલાનો દાવો છે. જો કે તેઓ પ્રથમ વખત ભેગા થયા તે સમયે મહિલા પોતે જ લગ્ન કરી શકે તેવી સ્થિતમાં ન હતી. પ્રથમ લગ્નનો અંત ન આવે ત્યાં સુધી બીજા લગ્ન થઈ શકે નહીં.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.